Delhi

ભાજપ સરકાર દેશના લોકતાંત્રિક માળખાને હચમચાવવાની કરી રહી છે કોશિશ ઃ રાઘવ ચઢ્ઢા

નવીદિલ્હી
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ભાજપ સરકાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને દેશના લોકતાંત્રિક માળખાને સતત હચમચાવવાની કોશિશ કરી રહી છે. ભાજપને પણ વિપક્ષી દળ મજબૂત દેખાય તેને ત્યાં સીબીઆઈ-ઈડીને મોકલી દે છે અને તેમના નેતાઓને પકડીને જેલમાં મોકલી દે છે. ચઢ્ઢાએ કહ્યુ કે આજે દેશના નવ મુખ્ય વિપક્ષી નેતાઓએ ઈડી સીબીઆઈની રેડના વિરોધમાં પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્ર લખનારામાં ચાર વર્તમાન મુખ્યમંત્રી એક વર્તમાન ઉપ મુખ્યમંત્રી અને ચાર પૂર્વ મુખ્યમંત્રી સામેલ છે. રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યુ કે મનીષ સિસોદિયાની ધરપકડને લઈને દેશમાં ગુસ્સો છે. એજન્સીઓના વધી રહેલા દુરુપયોગને કારણે તમામ નેતાઓએ સાથે મળીને વડાપ્રધાનને આ પત્ર લખીને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને રાજકીય બદલો લેવાનુ બંધ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને મોદી સરકાર દેશના વિરોધને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. ષડયંત્ર હેઠળ માત્ર વિરોધ પક્ષોના નેતાઓ પર સીબીઆઈ-ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજે જે રીતે સરકારી એજન્સીઓ પક્ષપાતી રીતે કાર્યવાહી કરી રહી છે તેનાથી દેશની લોકશાહી જાેખમમાં છે. સીબીઆઈ અને ઈડીની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યુ કે ૨૦૧૪થી અત્યાર સુધીમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા ૯૫% કેસ માત્ર વિરોધ પક્ષોના નેતાઓ વિરુદ્ધ જ હતા. યુપીએ દરમિયાન ઈડીએ માત્ર ૧૧૨ જગ્યાએ દરોડા પાડ્યા હતા. પરંતુ મોદી સરકાર દરમિયાન ઈડીએ ૩૦૦૦થી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. હાલમાં એક માહિતી સામે આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ઈડી દ્વારા નોંધાયેલા તમામ કેસોમાં દોષિત ઠરાવવાનો દર માત્ર ૦.૦૫% છે. એટલે કે કોર્ટમાં લગભગ કેસ નકલી સાબિત થયા. તેમણે વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં રાજ્યપાલની દખલગીરી વિશે પણ વાત કરી અને કહ્યુ કે રાજ્યપાલ દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના રોજિંદા કામકાજમાં દખલ કરી રહી છે. લોકશાહી માટે આ ખરાબ સંકેત છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *