નવીદિલ્હી
હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે ્૨૦ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. ટુર્નામેન્ટ (ૈંઝ્રઝ્ર મહિલા ્૨૦ વર્લ્ડ કપ)ની બીજી મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને ૬ વિકેટથી હરાવ્યું હતું. ટીમની આ સતત બીજી જીત છે. આ પહેલા ભારતે પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું હતું. મેચમાં પહેલા રમતા વેસ્ટ ઈન્ડિઝે ૬ વિકેટે ૧૧૮ રન બનાવ્યા હતા. ઓફ સ્પિનર ??દીપ્તિ શર્માએ સારી બોલિંગ કરી અને ૪ ઓવરમાં ૧૫ રન આપીને ૩ વિકેટ લીધી. જવાબમાં ભારતીય ટીમે ૧૮.૧ ઓવરમાં ૪ વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. હરમનપ્રીત કૌરે ૩૩ અને રિચા ઘોષે અણનમ ૪૪ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ઋચા ઘોષ ફરીથી સારી બેટિંગ કરી હતી. દિપ્તીએ નવો કીર્તિમાન પણ નોંધાવ્યો હતો. અને ભારત હવે ટ્રોફીની બે કદમ નજીક પહોંચી ગયું છે. આજની મેચમાં દિપ્તી શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દિપ્તી શર્માએ પોતાની ૧૦૦ વિકેટ પૂરી કરી દીધી છે. દિપ્તી શર્મા પહેલી ભારતીય ક્રિકેટર છે જેણે ટી-૨૦ ક્રિકેટમાં ૧૦૦ વિકેટ પૂરી કરી છે. અગાઉ કોઈ ભારતીય પુરુષ ક્રિકેટર પણ આ પ્રકારની સિદ્ધિ મેળવી શક્યો નથી. દીપ્તિ શર્મા બોલ અને બેટ બંનેથી ટીમ માટે યોગદાન આપવા માટે જાણીતી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે એક પછી એક કીમતી વિકેટો લીધી. દીપ્તિએ ૩ વિકેટ જ નહીં પરંતુ તેણે ભારતીય બોલરોને પણ પાછળ છોડી દીધા છે. તેણે ્૨૦ ઈન્ટરનેશનલમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પુરૂષ ટીમના સ્ટાર ભુવનેશ્વર કુમાર અને સ્પિન માસ્ટર યુઝવેન્દ્ર ચહલ તેની આસપાસ પણ નથી. એટ્લે સુધી કે ટી-૨૦ ક્રિકેટમાં તો બૂમરાહ કે હાર્દિક પંડ્યા પણ નથી કરી શક્યા એવું કામ દિપ્તી શર્માએ કરી બતાવ્યુ છે. દીપ્તિએ વેસ્ટ ઈન્ડિઝ સામે ૩ વિકેટ લીધી અને પૂનમ યાદવ (૯૮)ને પાછળ છોડી દીધી. દીપ્તિ શર્માએ ્૨૦ ઈન્ટરનેશનલમાં ૮૮ મેચ રમી છે જેમાં તેણે વિકેટની સદી ફટકારી છે. આ મામલે પુરૂષ ટીમના ભુવનેશ્વર કુમારે ૮૭ મેચમાં ૯૦ વિકેટ લીધી હતી. તે જ સમયે, ચહલ ્૨૦ માં ૮૭ વિકેટ ઝડપનાર પુરુષોમાં બીજા ક્રમે હતો.


