નવીદિલ્હી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રવિવારે બ્રિટનના બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રી ઇન્ડીયાઃ ધી મોદી ક્વેશ્ચન પર પ્રતિક્રિયા આપી છે કિરેન રિજિજુએ કહ્યુ કે, દેશમાં અમુક લોકો બીબીસીને સુપ્રિમ કોર્ટથી ઉપર માને છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આરોપ લગાપ્યો હતો કે, લોગ પોતાના નૈતિક આંકાક્ષાઓને ખુશ કરવા માટે કોઇ પણ હદ્દ સુધી દેશની ગરીમા અને છબીને ઓછી કરવા માટે કામ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ ટ્વીટ કરીને કહ્યુ કે, “અલ્પસંખ્યક કે તેની સાથે જાેડાયેલા મામલે ભારતમાં દરેક સમુદાય સકારાત્મકરૂપથી આગળ વધી રહ્યા છે. ભારતમાં અમુક લોકો ઔપનિવેશિકના નથાથી દૂર નથી થયા. તે લોકો બીબીસીને ભારતની ઉચ્ચ ન્યાયાલયથી ઉપર માને છે. અને પોતાના નૈતિક આકાઓને ખુશ કરવાા માટે દેશની ગરીમા અને કોઇ પણ હદ્દ સુધી નીચે દેખાડી શકે છે. પોતાના અન્ય એક ટ્વીટમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ક્યુ કે, “આમ પણ આ ટુકડે ટુકડે ગૈંગ સભ્યોથી વધારે આશા પણ ના રાખી શકાય. જેની એક માત્ર લક્ષ્ય ભારતની તાકાતને કમજાેર કરવાનુ છે.
