Delhi

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૦૦ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી
દેશમાં કોરોનાના રોજેરોજ વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૧,૩૦૦ નવા કેસ નોંધાયા છે, જે વર્ષ ૨૦૨૩માં એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર, ઠમ્મ્ ૧.૧૬ વેરિઅન્ટના કારણે દેશમાં કોરોનાના કેસે ગતિ પકડી છે. સાથે જ દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૭,૬૦૫ પર પહોંચી ગઈ છે. સક્રિય કેસનો દર હાલમાં ૦.૦૨% છે. છેલ્લા ૨૪ કલાકમાં, ૭,૫૩૦ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જાે આપણે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૧૮ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે, આ સાથે જ કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૪,૪૧,૬૦,૯૯૭ પર પહોંચી ગઈ છે. રિકવરી રેટ હાલમાં ૯૮.૭૯% છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરાનાના ૮૯,૦૭૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ સહિત અત્યાર સુધીમાં ૯૨.૦૬ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૧૧૩૪ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય સચિવે ભૂતકાળમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પત્ર લખીને પરીક્ષણ, સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું હતું. દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ, કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે ઁસ્ મોદીએ પરિસ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. કેરળમાં કોરોનાના કેસોમાં વધારો થવા લાગ્યો છે. રાજ્ય સરકારે ગઈકાલે તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે, રાજ્યમાં મંગળવારે ૧૭૨ કોરોના કેસ નોંધાયા છે. તિરુવનંતપુરમ અને એર્નાકુલમ જિલ્લામાં સૌથી વધુ વધુ કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલમાં ૧૦૨૬ સક્રિય કેસ છે, જેમાંથી ૧૧૧ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તમામ જિલ્લાઓને એલર્ટ કરાયા છે. જિલ્લાઓને પણ મોનિટરિંગ મજબૂત કરવા સૂચનાઓ અપાઈ છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *