Delhi

ભારતીય ઓલિમ્પિક સંઘે કુસ્તી મહાસંઘના અધિકારીઓ પર પ્રતિબંધ લગાવ્યો

નવીદિલ્હી
ભારતીય ઓલિમ્પિક સંઘે મોટો ર્નિણય લીધો છે.આઇઓએએ ભારતીય રેસલિંગ ફેડરેશનના તમામ આઉટગોઈંગ અધિકારીઓને તાત્કાલિક અસરથી ઉહ્લૈં ના સંચાલનમાં કોઈપણ વહીવટી કાર્ય કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્તીબાજાેના પ્રદર્શન બાદ ભારતીય ઓલિમ્પિક સંઘના તાજેતરના ર્નિણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અગાઉ એક એડહોક કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટી દરરોજ ડબ્લ્યુએફઆઇની કામગીરી પર નજર રાખતી હતી તે જ કમિટી આગામી સમયમાં ડબ્લ્યુએફઆઇની ચૂંટણી પણ કરાવશે. આઇઓએએ આ મામલે આદેશ જારી કર્યો છે. જેમાં ખેલ મંત્રાલયના ૨૪ એપ્રિલના આદેશનો પણ હવાલો આપવામાં આવ્યો છે. કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ તેની સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. બીજી તરફ જંતર-મંતર પર એકઠા થયેલા કુસ્તીબાજાે ઈચ્છે છે કે આ કેસમાં બ્રિજ ભૂષણની ધરપકડ થવી જાેઈએ. બ્રિજ ભૂષણ આ મામલે સતત સ્પષ્ટતા આપી રહ્યા છે. તેણે અનેક વીડિયો જાહેર કરીને આ મામલે પોતાને નિર્દોષ જાહેર કર્યો છે. બ્રિજ ભૂષણે પોતાના પર લાગેલા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યા છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *