Delhi

ભારત અફઘાનિસ્તાનના રાજનાયિકોને ઓનલાઇન પ્રશિક્ષણ આપશે

નવીદિલ્હી
તાલિબાને (્‌ટ્ઠઙ્મૈહ્વટ્ઠહ) સત્તા સંભાળ્યા પછી ભારત અને અફઘાનિસ્તાનના સંબંધ સુધરતા જાેવા મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ભારત અફઘાન રાજનાયિકોને ઓનલાઇન પ્રશિક્ષણ આપશે. આ એક એવું પગલું છે કે જેનાથી નવી દિલ્હી અને તાલિબાન શાસિત દેશ વચ્ચે નવા સંબંધનો ઉદય થયો હોવાનો સંકેત આપી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ભારત સરકાર દિલ્હીથી અફઘાન રાજનાયિકોને પ્રશિક્ષણ આપશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામ ૧૪થી ૧૭ માર્ચ વચ્ચે આયોજિત કરવામાં આવશે. આ પ્રોગ્રામ બંને દેશની સરકાર વચ્ચે સંબંધ સુધારવાનું પહેલું પગલું છે. એએનઆઈના અહેવાલ પ્રમાણે, જુલાઈ ૨૦૨૨માં ભારતે દેહરાદૂનમાં ભારતીય સૈન્ય અકાદમીમાં બે ડઝન અફઘાન સેન્ય કેડેટને પ્રશિક્ષણ આપ્યું હતું. તો બીજી તરફ, આ મહિનાની શરૂઆતમાં ભારત અને અન્ય એશિયાઇ દેશોએ અફઘાનિસ્તાનને ૨૦ હજાર મેટ્રિક ટન ઘઉં આપવાની જાહેરાત કરી હતી. તેનાથી ઇરાનમાં ચાબહાર બંદરેથી મોકલવામાં આવશે. ઓગસ્ટ ૨૦૨૧માં તાલિબાને કાબુલ પર સત્તા જમાવી હતી. ત્યારથી મહિનાઓ સુધી ભારતે અફઘાન લોકોને ૫૦ હજાર મેટ્રિક ટન ઘઉંની મદદ કરવાની જાહેરાત કરી હતી. કારણ કે તેઓ ખાદ્ય સંકટથી ઝઝૂમી રહ્યા હતા. ગયા વર્ષે જૂનમાં, ભારતે અફઘાનિસ્તાનની રાજધાનીમાં આવેલા દૂતાવાસમાં એક ટેક્નિકલ ટીમ મૂકીને કાબુલમાં ફરીથી રાજનાયિક હાજરી પૂરાવી હતી. ભારતે અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને સ્વીકાર્યું નહોતું અને કાબૂલમાં વાસ્તવિક સમાવેશી સરકાર બનાવવા મામલે જાેર કર્યું હતું. આ સાથે જ એ વાત પર પણ દબાણ કર્યું હતું કે, અફઘાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ સામે આતંકવાદી ગતિવિધિઓ માટે નહીં કરવામાં આવે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *