Delhi

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલુ સીરિઝમાં જ કાંગારૂ ક્રિકેટરે લઈ લીધી નિવૃત્તિ

નવીદિલ્હી
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ટીમ પાઈને (્‌ૈદ્બ ઁટ્ઠૈહી) તાજેતરમાં જ એક મહત્વની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કપ્તાને તાત્કાલિક ધોરણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ચોંકાવનારી જાહેરાત કરી છે. જણાવી દઈએ કે ટીમ તાસ્માનિયા માટેની તેની કારકિર્દીના અંતિમ દિવસે ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત થયો હતો. આ ક્ષણે તે ખૂબ જ ભાવુક થઈ ગયેલો નજરે પડ્યો હતો. જણાવી દઈ કે પાઈને સેન્ડપેપર સાગા પછી કેટલીક ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું અને ઈંગ્લેન્ડમાં એશિઝ જાળવી રાખીને ઈતિહાસ રચવાનો શ્રેય પણ તેને જ જાય છે. પાઈને ઓસ્ટ્રેલિયા માટે ૩૫ ટેસ્ટ, ૩૫ ર્ંડ્ઢૈં અને ૧૨ ્‌૨૦ૈં રમી હતી, જ્યારે તેની કારકિર્દી દરમિયાન તેણે ૧૫૪ હ્લઝ્ર ગેમ, ૧૩૬ લિસ્ટ છ અને ૮૧ ્‌૨૦ મેચ રમી હતી અને આ તમામ લગભગ ૨ દાયકાના સમયગાળા સુધી ચાલી. ટીમ પાઈને મુખ્ય કોચ જસ્ટીન લેંગર સાથે મળીને ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ સારું નેતૃત્વ કર્યું હતું હતું અને પોતાના સારા પ્રદર્શનથી તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને વધુ ઊંચાઈએ લઈ ગયા હતા. જાે કે, એશિઝ ૨૦૨૧ પહેલા ટીમે કેપ્ટનનુ પદ છોડ્યું અને તાસ્માનિયા ક્રિકેટમાં સેક્સટિંગ કૌભાંડને પગલે પોતાના માનસિક સ્વાસ્થને સુધારવા માટે બ્રેક પણ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ બાદથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી, છતાં આ વખતે તેને તસ્માનિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ટીમે પોતાની છેલ્લી સિઝનમાં કેવું પ્રદર્શન કર્યું?.. ટીમ પાઈને આ સિઝનમાં તાસ્માનિયા માટે સાત મેચ રમી અને ૧૧ ઇનિંગ્સમાં ૧૫૬ રન બનાવ્યા. જાે કે આ દરમ્યાન તેણે કોઈ અર્ધ સદી કે સદી ફટકારી નહતી. ટીમ પોતાની બેટિંગ કરતા વધુ પોતાની શાનદાર ફિલ્ડિંગ માટે વધુ જાણીતો હતો. અને આ જ કારણ હતું કે તેણે ૭ વર્ષના લાંબા સમય બાદ એશિઝ ૨૦૧૭ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ માટે કમબેક કર્યું હતું. ટીમ પાઈને તાસ્માનિયાની ગેમના અંતિમ દિવસે નિવૃત્તિ પછી મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં પણ હાજરી આપી ન હતી. જાે કે તેની ગેરહાજરીમાં ટીમના કેપ્ટન જાેર્ડન સિલ્કે તેમના યોગદાન માટે તેમની ખૂબ પ્રશંસા કરી હતી. જાેર્ડન સિલ્કે વાત કરતા જણાવ્યું હતું કે, “તે એક અસાધારણ ખેલાડી છે. મને લાગે છે કે તે પ્રોફેશનલ ક્રિકેટમાં તેને લગભગ ૨૨ વર્ષ જેટલો સમય વિતી ચુક્યો છે. તેની પાસે જે સમય હતો. તે તેણે કરેલા દરેક પ્રયાસનો સાક્ષી છે. ટીમ ખરેખર ખૂબ યાદ આવશે. સ્ટમ્પ પાછળ વિકેટ કિપીંગ કરતા હવે તે નહીં જાેવા મળે. મને ખાતરી છે કે હાલ રમી રહેલા લોકોને જાેઈ પણ ઘણા લોકો કહેશે કે તેમણે અત્યાર સુધી ટીમમાં પાઈન જેવો સારો વિકેટ કીપર નથી જાેયો અને કદાચ તેઓ જાેશે પણ નહી.” તેની સાથે રમીને અમે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ. આગળ તે જીવનમાં જે પણ કરે તેની માટે અમે તેને શુભેચ્છા પાઠવીએ છીએ. તેની ઉંમરને ધ્યાનમાં લેતા તેનુ સ્ટેન્ડર્ડ જનરેટ કરવામાં તે હજી પણ સક્ષમ છે. તે એક એવો વ્યક્તિ છે જે હંમેશા પડદા પાછલ રહીને કામ કરે છે. મને લાગે છે કે તે અમારા બધા લોકો માટે વર્ક એથિક અને તે તમામ પ્રકારની વસ્તુઓ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *