Delhi

ભારત-પાકિસ્તાન મેચની સાક્ષી બનશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ટૂંક સમયમાં થશે જાહેરાત

નવીદિલ્હી
ૈંઝ્રઝ્ર વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ (ર્ંડ્ઢૈં ઉર્ઙ્મિઙ્ઘ ઝ્રેॅ ૨૦૨૩) આ વર્ષે ભારતમાં યોજાવાનો છે. આ ક્રિકેટ મેચમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમો ભાગ લેશે. ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી આ પ્રતિષ્ઠિત ૈંઝ્રઝ્ર ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો (ૈંહઙ્ઘૈટ્ઠ દૃજ ઁટ્ઠૌજંટ્ઠહ) વચ્ચેની શાનદાર મેચ યોજાઈ શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું આયોજન થઈ શકે છે. ૨૦૧૬ પછી પહેલીવાર ભારતીય ધરતી પર બંને ટીમો વચ્ચે સ્પર્ધા જાેવા મળી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન હાઈ-વોલ્ટેજ મેચની યજમાની સોંપવાનો ર્નિણય કર્યો છે. દેશના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ૧ લાખ દર્શકોની બેઠક ક્ષમતા છે. આઈપીએલની ૧૬મી સીઝન બાદ મ્ઝ્રઝ્રૈં ટૂંક સમયમાં જ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરશે. જાે બધું બરાબર રહેશે તો ૫ ઓક્ટોબરથી ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ યોજાશે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે ૧૨ સ્થળો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગલુરુ અને ધર્મશાલાનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની ટીમ તેની મોટાભાગની મેચ ચેન્નાઈ અને બેંગલુરુમાં રમી શકે છે, જ્યારે ત્રીજું સ્થળ કોલકાતાનું ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ હોઈ શકે છે, જેના પર વાતચીત ચાલી રહી છે. તેવી જ રીતે બાંગ્લાદેશની ટીમ પણ તેની મોટાભાગની મેચો કોલકાતા અને ગુવાહાટીમાં રમી શકે છે. બાંગ્લાદેશના ચાહકોની મુસાફરીનું અંતર જાેઈને આ કરી શકાય છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *