નવીદિલ્હી
ભૂતપૂર્વ ૈંછજી અધિકારી મ્ફઇ સુબ્રહ્મણ્યમને સોમવારે (૨૦ ફેબ્રુઆરી) દ્ગૈં્ૈં આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (ઝ્રઈર્ં) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુબ્રમણ્યમ વર્તમાન સીઈઓ પરમેશ્વરન ઐયરનું સ્થાન લેશે. તેથી, પરમેશ્વરન અય્યર હવે વિશ્વ બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હશે. સોમવારે જાહેર કરાયેલા કર્મચારી મંત્રાલયના આદેશ અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિ (છઝ્રઝ્ર) એ સુબ્રમણ્યમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. પદ સંભાળ્યાની તારીખથી બે વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, નીતિ આયોગના સીઈઓ તરીકે કામ કરી રહેલા અય્યરને ત્રણ વર્ષના સમયગાળા માટે વિશ્વ બેંકના મુખ્યાલયમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વ બેંકનું મુખ્ય મથક અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે અય્યર ૧૯૮૮ બેચના ૈંછજી અધિકારી રાજેશ ખૂલ્લરનું સ્થાન લેશે, જેમને તેમના કેડર રાજ્ય હરિયાણામાં પાછા મોકલવામાં આવ્યા છે. કોણ છે બીવીઆર સુબ્રમણ્યમ? તે જાણો.. સુબ્રહ્મણ્યમ ૧૯૮૭ બેચના ૈંછજી અધિકારી છે. જેઓ અગાઉ કેન્દ્ર સરકારમાં વાણિજ્ય સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ પહેલા તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના નાણા વિભાગના મુખ્ય સચિવ હતા. સુબ્રહ્મણ્યમે અગાઉ વડાપ્રધાન કાર્યાલયમાં – મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી બંને હેઠળ સેવા આપી છે. પીએમઓ ઓફિસમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વિશ્વ બેંક સાથે કામ કર્યું હતું. આંધ્રપ્રદેશના વતની હોવાની સાથે તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી એન્જિનિયરિંગની સાથે સાથે મેનેજમેન્ટની ડિગ્રી પણ મેળવી છે. માર્ચ ૨૦૧૫ માં તત્કાલિન સીએમ રમણ સિંહની વ્યક્તિગત વિનંતીને પગલે સુબ્રહ્મણ્યમને છત્તીસગઢ ખસેડવામાં આવ્યા હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં બળવાખોરીને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
