Delhi

મણિપુરમાં દેખો ત્યાં ઠારના આદેશ, સરકારે હિંસા પર નિયંત્રણ માટે લીધો કડક ર્નિણય

નવીદિલ્હી
મણિપુરમાં સરકારે હિંસા પર કાબૂ મેળવવા માટે ‘શૂટ એટ સાઇટ’નો આદેશ આપ્યો છે. જાેકે તેનો ઉપયોગ ફક્ત એક્ટ્રિમ કેસોમાં જ થશે. તમને જણાવી દઈએ કે મણિપુરમાં મૈતેઈ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાના વિરોધમાં એક આદિવાસી વિદ્યાર્થી સંઘે માર્ચ બોલાવી હતી. જેમાં હિંસા ફાટી નીકળી હતી. આ પછી ઘણા જિલ્લાઓમાં કર્ફ્‌યુ લાદવામાં આવ્યો હતો. એટલું જ નહીં મણિપુરમાં ૫ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હાલમાં મણિપુરમાં સ્થિતિ તંગ છે. રમખાણોને રોકવા માટે સેના અને આસામ રાઈફલ્સને પણ તૈનાત કરી દેવામાં આવી છે. મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સેનાની ફ્લેગ માર્ચ ચાલુ છે. હેલિકોપ્ટર દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આર્મી અને આસામ રાઈફલ્સે ચુરાચંદપુરના ખુગા, ટેમ્પા, ખોમોઉજન્નાબ્બા ક્ષેત્ર, મંત્રીપુખરી, ઈમ્ફાલના લામફેલ કોઈરાંગી વિસ્તાર અને કાકચિંગ જિલ્લાના સુગનુમાં ફ્લેગ માર્ચ અને હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે આર્મી અને આસામ રાઈફલ્સની કુલ ૫૫ કોલમ તૈનાત કરવામાં આવી છે. વધારાની ૧૪ કોલમ પણ શોર્ટ નોટીસ પર તૈનાત માટે તૈયાર રાખવામાં આવી છે. મહિલા બોક્સર મેરી કોમે પણ મણિપુરની સ્થિતિ પર ટિ્‌વટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે. મેરી કોમે તેના ટિ્‌વટમાં લખ્યું, ‘મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે. કૃપા કરીને મદદ કરો. તેમણે તેમના ટિ્‌વટમાં ઁસ્ નરેન્દ્ર મોદી, ઁસ્ર્ં ઑફિસ, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ ટેગ કર્યા છે. તેમણે પોતાના ટ્‌વીટમાં મણિપુર હિંસાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. મણિપુરમાં અચાનક હિંસા ફાટી નીકળ્યા બાદ કલમ-૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આગામી ૫ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે આસામ રાઈફલ્સની ૩૪ કંપનીઓ અને સેનાની ૯ કંપનીઓ હિંસા પ્રભાવિત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. ત્યાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન બિરેન સિંહને ફોન પર ઘટના વિશે પૂછ્યું અને તેમણે કેન્દ્ર તરફથી રાજ્યને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. મણિપુરની વર્તમાન સ્થિતિને જાેતા સરકારે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. સ્થાનિક લોકો, અધિકારીઓ, મજૂરો જેઓ કાં તો ફસાયેલા છે અથવા તેમના વર્તમાન સ્થાન પર અસુરક્ષિત અનુભવે છે તેઓ આ નંબરનો ઉપયોગ કરી શકે છે. કેટલાક લોકો કે જેઓ તેમના વિસ્તારમાં રહેવા માટે અસુરક્ષિત અનુભવી રહ્યા છે તેમના માટે કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *