નવીદિલ્હી
દિલ્હી આબકારી નીતિને બનાવવા અને લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરેલા મનીષ સિસોદિયાને તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે બુધવારે આરોપ લગાવ્યો કે પાર્ટી નેતા મનીષ સિસોદિયાને તિહાડ જેલમાં ખતરનાક કેદીઓની સાથે રાખવામાં આવ્યા છે. ત્યારે આપના રાજ્યસભા સભ્ય સંજય સિંહે પણ આરોપ લગાવતા જેલમાં સિસોદિયાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. આ કડીમાં જેલ અધિકારીએ આપના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કહ્યું કે સિસોદિયાને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અલગ વોર્ડમાં મોકલી આપવામાં આવ્યા છે. સીજે-૧ જે વોર્ડમાં તે બંધ છે, ત્યાં ઓછામાં ઓછા કેદીઓ છે, જે ગેંગસ્ટર નથી. જેલની અંદર સારૂ વર્તન કરી રહ્યા છે. તેમની સુરક્ષા માટે જેલ નિયમો મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આપના રાજ્યસભા સભ્ય સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે તિહાડ જેલમાં આપના નેતા મનીષ સિસોદિયાના જીવને જાેખમ છે. તેમને સિસોદિયાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આરોપ લગાવવામાં આવ્યો છે કે જેલમાં સિસોદિયાને ખુંખાર કેદીઓની વચ્ચે રાખવામાં આવ્યા છે. ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે મનીષ સિસોદિયાને જેલના વિપશ્યના સેલમાં રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો, જેની મંજૂરી કોર્ટે આપી દીધી હતી પરંતુ તેમ છતાં તેને અન્ય ગુનેગારોની સાથે ૧ નંબરની જેલમાં રાખવામાં આવી રહ્યા છે. કેન્દ્રએ આનો જવાબ આપવો જાેઈએ. તમને જણાવી દઈએ કે દિલ્હી આબકારી નીતિને બનાવવા અને લાગુ કરવામાં કથિત ભ્રષ્ટાચારના મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આપ નેતા મનીષ સિસોદિયાની ધરપકડ થઈ છે. ૨૦ માર્ચ સુધી સિસોદિયા તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેશે. સીબીઆઈએ સિસોદિયાની ધરપકડ કરી હતી. મનીષ સિસોદિયાને તિહાર જેલમાં સિનિયર સિટીઝન સેલમાં રાખવામાં આવ્યા છે અને જેલના નિયમો અનુસાર તેમને અન્ય કેદીઓની જેમ મૂળભૂત વસ્તુઓ અને ભોજન આપવામાં આવી રહ્યું છે. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર સિસોદિયા પોતાની સાથે ભગવદ ગીતાની કોપી લઈને જેલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે કોર્ટે જે અન્ય વસ્તુઓને મંજૂરી આપી છે તે હજુ સિસોદિયાના ઘરેથી આવી નથી. જેલના નિયમો અનુસાર ૬ માર્ચની રાત્રે તેને ધાબળો, સાબુ, ટૂથપેસ્ટ, બ્રશ વગેરે આપવામાં આવ્યા હતા