Delhi

મની લોન્ડરિંગ કેસમાં ઈડીની કાર્યવાહી, બેંગાલુરુની સહકારી બેંકના રૂ.૧૦૦૦ કરોડના કૌભાંડમાં ૧ની ધરપકડ

નવીદિલ્હી
૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પબ્લિક ફંડની છેતરપિંડી આચરવા બદલ બેંગાલુરુ સ્થિતિ સહકારી બેંક વિરુદ્ધની મની લોન્ડરિંગની તપાસના સંબધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક વ્યકિતની ધરપકડ કરી છે.શ્રી ગુરુ રાઘવેન્દ્ર સહકારી બેંક નિયામિથાના કેસમાં રાજેશ વી આરની ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બેંકમાંથી પબ્લિક ફંડની ઉચાપત કરવામાં આ વ્યકિતની મોટી ભૂમિકા હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એજન્સીએ સહકારી બેંકના પ્રમુખ કે રામકૃષ્ણાની ધરપકડ કરી હતી. રાજેશ વી આરની ભૂમિકા અંગે ઇડીએ જણાવ્યું હતું કે આરબીઆઇના ઇન્સ્પેક્શન રિપોર્ટ અનુસાર તેણે બેંકમાંથી ૪૦.૪૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તેને ભરી ન હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રાજેશ વી આર વિરુદ્ધ કેટલીક અન્ય એફઆઇઆર અગાઉ નોંધાયેલી હતી. રાજેશ અને તેમના પત્નીએ અન્ય સહકારી બેંકો/ સોસાયટીઓમાં પણ છેતરપિંડી આચરી હતી. ઇડીએ ફેબ્રુઆરી, ૨૦૨૦માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની ક્રિમિનલ જાેગવાઇઓ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *