Delhi

મન-કી-બાતમાં પ્રધાનમંત્રીએ કહી મોટી વાત, વિદેશોમાં વધી ગયો ભારતીય રમકડાંનો ક્રેઝ

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમને સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યં કે, આપ મનની શક્તિને જાણો જ છો. આમ પણ સમાજની શક્તિથી કેવી રીતે દેશની શક્તિ વધે છે, તે આપણે મન કી બાતના અલગ અલગ એપિસોડમાં અનુભવ કર્યો છે અને તેનો સ્વીકાર પણ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, મને એ દિવસ યાદ છે, જ્યારે આપણે મન કી બાતમાં પરંપરાગત રમતને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તુરંત તે સમય ભારતીય રમત સાથે જાેડાવા અને તેને રમવા-શિખવાની એક લહેર આવી. આપને જણાવી દઈએ કે, મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ દર મહિનાના અંતિમ રવિવારે કરવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે, મન કી બાતમાં જ્યારે ભારતીય રમકડાંની વાત થઈ તો દેશના લોકોએ તેને પણ હાથોહાથ પ્રોત્સાહન આપ્યું. હવે તે ભારતીય રમકડાંનો ક્રેઝ એટલો વધી ગયો છે કે, વિદેશમાં પણ તેની ડિમાન્ડ વધી ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે, મન કી બાતને આપ તમામે જનભાગીદારીની અભિવ્યક્તિનું અદ્ભૂત પ્લેટફોર્મ બનાવી દીધું છે. દર મહિને લાખો મેસેજમાં કેટલા લોકએ મન કી બાત મારા સુધી પહોંચાડી છે. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે મન કી બાતમાં અમે સ્ટોરી ટેલિંગની ભારતીય વિદ્યાઓ પર વાત કરી તો, તેની પ્રસિદ્ધિ પણ દૂર દૂર સુધી પહોંચી ગઈ. લોકો વધારેમાં વધારે ભારતીય સ્ટોરી ટેલિંગની વિધાઓ તરફ આકર્ષિત થવા લાગ્યા. પીએમ મોદીએ કાર્યક્રમમાં ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, થોડા દિવસ પહેલા ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર આપવામાં આવ્યા. આ પુરસ્કાર મ્યૂઝિક અને પરફોર્મિંગ આર્ટ્‌સના ક્ષેત્રમાં ઊભરી આવેલા પ્રતિભાશાળી કલાકારોને આપવામાં આવે છે. આ કલા અને સંગીત જગતની લોકપ્રિયકા વધારવાની સાથે તેની સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, અમને દેશની કર્મઠતાની જેટલી ચર્ચા કરીએ છીએ, એટલી જ આપણને ઊર્જા મળે છે. આ ઊર્જાનો પ્રવાહ સાથે ચાલતા ચાલતા આજે આપણે મન કી બાતના ૯૮માં એપિસોડના મુકામ સુધી પહોંચી ગયા છીએ. આજથી થોડા દિવસ બાદ હોળીનો તહેવાર આવી રહ્યો છે. આપ તમામને હોળીની શુભકામનાઓ. આપણે આપણા તહેવારો વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે મનાવવાના છે.

Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *