નવીદિલ્હી
દિલ્હીમાં ફરી એકવાર કોરોનાનો ખતરો વધી ગયો છે. દિલ્હીમાં કોરોનાના ૧૧૭ નવા કેસ નોંધાયા હતા. તેવી જ રીતે દિલ્લીને અડીને આવેલા નોઈડા અને ગાઝિયાબાદમાં પણ કોરોના કેસની સંખ્યા બે આંકડામાં પહોંચી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૧૯૮ નવા કેસ સામે આવ્યા છે. જાે કે, અત્યાર સુધી કોરોનાને કારણે કોઈનું મોત થયું નથી, પરંતુ પરિસ્થિતિને જાેતા ડોક્ટરોએ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ડોકટરોને ફરી એકવાર અસરગ્રસ્ત લોકોના સંપર્કમાં ન આવવાની સલાહ આપવામાં આવી રહી છે. દિલ્લીના આરોગ્ય વિભાગ તરફથી મળેલા અહેવાલ મુજબ દિલ્હીમાં કુલ ૧૧૭ નવા કેસની પુષ્ટિ થઈ છે. છેલ્લા પાંચ મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે કોરોના કેસની સંખ્યા ૧૦૦ને વટાવી ગઈ છે. પણ એક મહત્વની અને સારી વાત એ પણ છે કે કોવિડને કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં એક દિવસમાં કોરોનાના ૧૧૬ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાના કુલ ૩૪૬ સક્રિય કેસ છે. જેમાંથી ૧૭ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના દર્દીઓને તેમના ઘરે અલગ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે કુલ ૨,૩૬૨ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પોઝિટિવ કેસની સંખ્યા ૪.૯૫ ટકા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ અનુસાર, દિલ્લી એનસીઆરમાં ૯ માર્ચ પછી કોરોનાના કેસમાં વધારો થયો છે. અગાઉ થોડા કેસો આવતા હતા. બીજી તરફ, ૧૦ માર્ચે અચાનક આવા કેસ ૧૦૦નો આંકડો વટાવી ગયા અને આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં જ આવા કેસ ૧૦૦નો આંકડો વટાવી ગયા. મેક્સ હેલ્થકેર મેડિકલના ડાયરેક્ટર ડૉ. સંદીપ બુધિરાજાના જણાવ્યા અનુસાર, જે કેસ સામે આવી રહ્યા છે તેની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે આ સમયે સામે આવતા મોટાભાગના કેસ કોરોનાના એકસબીબી ૧.૧૬ (ઓમિક્રોન વેરિઅન્ટ)ના છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, ગુરુવારે અહીં કોવિડ ચેપના ૧૯૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે વધીને ૮૧,૪૦,૬૭૭ થઈ ગઈ છે. જાે કે કોવિડને કારણે મૃત્યુનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર નવા કેસ સામે આવતાંની સાથે એક દિવસમાં ૨૨૯ લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. આ દર્દીઓના સ્વસ્થ થયા પછી, રાજ્યમાં સક્રિય કેસોની કુલ સંખ્યા હવે વધીને ૧,૬૧૭ થઈ ગઈ છે.
