Delhi

મહિનાના સ્ટાર પરફોર્મરને ગૂગલમાંથી કાઢી મૂકતા કર્મચારીએ સો.મીડિયા પર પીડા વ્યક્ત કરી

નવીદિલ્હી
મંદીની આશંકા વચ્ચે, ઘણી મોટી અને નાની ટેક કંપનીઓએ તાજેતરમાં કેટલાય કર્મચારીઓને નોકરીમાંથી નીકાળી દીધા છે. જેના કારણે હજારો કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છટણીથી પ્રભાવિત કર્મચારીઓની વાર્તાઓ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. નોકરીમાંથી છૂટા કરાયેલા કેટલાક કર્મચારીઓએ પોતાનું દર્દ શેર કર્યું છે. હવે ગુગલમાંથી હટાવાયેલા હર્ષ વિજયવર્ગીયે પણ છટણી અંગે પોતાનો અનુભવ શેર કર્યો છે. હૈદરાબાદમાં ગૂગલના કર્મચારી હર્ષ વિજયવર્ગીયને જ્યારે તેના ફોન પર ગૂગલ ઓપરેશન સેન્ટર તરફથી ઈમેલ સૂચના મળી ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, તેને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. વિજયવર્ગીય એ ૧૨,૦૦૦ કર્મચારીઓમાંથી એક છે, જેમને ય્ર્ર્ખ્તઙ્મી દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. જાેકે, વિજયવર્ગીય સ્ટાર પરફોર્મર હતા. અન્ય ઘણા લોકોની જેમ તેને પણ કંપની માટે એક પ્રશ્ન હતો. વિજયવર્ગીયે ન્ૈહાીઙ્ઘૈંહ પર લખ્યું, “મારો પહેલો પ્રશ્ન હતો – ‘હું જ કેમ, જ્યારે હું મહિનાનો સ્ટાર પર્ફોર્મર હતો. જાેકે, કોઈ જવાબ ન મળ્યો!” એક બાળકના પિતા વિજયવર્ગીયએ લખ્યું કે, “મારો પગાર ૨ મહિનાથી અડધો છે! મારી નાણાકીય યોજના સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે! મારી છટણી શનિવારે થઈ અને મને સાજા થવામાં ૨ દિવસ લાગ્યા. હવે મારે મારા અસ્તિત્વ માટે લડવું પડશે. આ પહેલા પણ ગૂગલના ઘણા ભૂતપૂર્વ કર્મચારીઓ સોશિયલ સાઈટ પર અચાનક નોકરીમાંથી હટાવી દેવાની પોતાની પીડાને વ્યક્ત કરી ચૂક્યા છે. તાજેતરમાં, ગુડગાંવ સ્થિત ગૂગલ ક્લાઉડ પ્રોગ્રામ મેનેજર આકૃતિ વાલિયાએ પણ છટણી અંગે પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે ન્ૈહાીઙ્ઘૈંહ પર લખ્યું, “થોડા દિવસો પહેલા જ મેં ય્ર્ર્ખ્તઙ્મી માં કર્મચારી તરીકે ૫ વર્ષ પૂરા કર્યા. મેં તેને ય્ર્ર્ખ્તઙ્મીદૃીજિટ્ઠિઅ તરીકે પણ ઉજવ્યો. પરંતુ ત્યારે મને ખબર ન હતી કે, મને જલ્દીથી નીકાળવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ગૂગલના ઘણા ભૂતપૂર્વ કર્મચારીઓએ સોશિયલ સાઈટ પર અચાનક નોકરીમાંથી કાઢી નાખવાની પીડા વ્યક્ત કરી છે. અન્ય એક એન્જિનિયરે જણાવ્યું કે, તેની માતાનું કેન્સરને કારણે અવસાન થયું હતું, અને જ્યારે તે અંતિમ સંસ્કાર બાદ ઓફિસ પરત ફર્યા ત્યારે તેને ખબર પડી કે તેની નોકરી છીનવાઈ ગઈ છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *