Delhi

મહિલા પ્રીમિયર લીગના નવમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયંટ્‌સને ૧૦ વિકેટે હરાવી દીધું

નવીદિલ્હી
મહિલા પ્રીમિયર લીગના નવમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયંટ્‌સને ૧૦ વિકેટે હરાવી દીધું છે. ૧૦૬ રનના ટાર્ગેટને દિલ્હીએ ૭.૧ ઓવરમાં પ્રાપ્ત કરી લીધું હતું. ગુજરાતે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ગુજરાતની ટીમે ૨૦ ઓવરમાં નવ વિકેટ પર ૧૦૫ રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ ૭.૧ ઓવરમાં જ એક પણ વિકેટ ખોયા વગર ૧૦૭ રન બનાવી નાખ્યા હતા. શેફાલી વર્માએ ૨૮ બોલ પર ૭૬ રન બનાવીને દિલ્હી કેપિટલ્સને ગુજરાત જાયંટ્‌સ વિરુદ્ધ ધમાકેદાર જીત અપાવી હતી. શેફાલીએ ૧૯ બોલ પર અડધી સદી પુરી કરી હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં ૧૦ ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા. શેફાલીની સ્ટ્રાઈક રેટ ૨૭૧.૪૩ રહી હતી. તેની સાથે ઈંનિંગ્સની શરુઆત કરવા આવેલા કપ્તાન મેગ લેનિંગ ૧૫ બોલ પર ૨૧ રન બનાવીને નોઆઉટ રહી હતી. તેણે ત્રણ ચોગ્ગા માર્યા હતા. ગુજરાતે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો ર્નિણય લીધો હતો. ગુજરાતની ટીમે ૨૦ ઓવરમાં નવ વિકેટ પર ૧૦૫ રન બનાવ્યા, જવાબમાં દિલ્હીએ ૭.૧ ઓવરમાં કોઈ પણ નુકસાન વિના ૧૦૭ રન બનાવી લીધા હતા. શેફાલીની તોફાની ઈનિંગ્સનો અંદાજ એ વાત પર લગાવી શકાય કે, દિલ્હીએ ૧૦૬ રનના ટાર્ગેટનો પીછો કરતા પાવરપ્લે એટલે કે, શરુઆતની છ ઓવરમાં જ ૮૭ રન બનાવી લીધા હતા. આ અગાઉ ગુજરાત માટે કિમ ગર્થે સૌથી વધારે ૩૨ રન બનાવ્યા હતા. જાેર્જિયા વેરહમે ૨૨ અને હરલીન દેઓલે ૨૦ રન બનાવ્યા હતા. તનુજા કંવરે ૧૩ રનનું યોગદાન આપ્યું હતું. ચાર બેટ્‌સમેન ઉપરાંત અન્ય કોઈ ડબલ આંકડામાં રન બનાવી શક્યા નહોતા. દિલ્હી માટે મરિઝાન કૈપે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પાંક વિકેટ લીધી હતી. શિખા પાંડેને ત્રણ સફળતા મળી હતી. રાધા યાદવને પણ એક વિકેટ મળી હતી.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *