Delhi

મહેસાણામાં તસ્કરોએ ૧૩ જગ્યાએ તાળા તોડી ચોરી કરીને હાહાકાર મચાવી દીધો

નવીદિલ્હી
મહેસાણામાં પણ ચોરીની ઘટના સામે આવી છે. વિસનગર પંથકમાં ૯ દુકાનો, ૨ દૂધમંડળી, એક પોસ્ટ ઓફિસ અને બંધ ઘરમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરો કંસારાકુઇમાં દુકાનમાંથી શીખંડ ખાઇ ગયા અને માલિકનું બાઇક પણ ચોરી ગયા હતા. વિસનગર તાલુકામાં એક જ રાતમાં સદુથલા, કંસારાકુઇ, રાવળાપુરા અને ચિત્રોડા ગામમાં દુકાનો અને દૂધ મંડળીઓ સહિત ૧૩ જગ્યાએ તાળાં તોડી તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. આ મામલે પોલીસે ગામોમાં જઇ નિવેદનો લેવા કામગીરી હાથ ધરી છે. જાેકે, હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી. એટલે કેટલી ચોરી થઇ છે તે જાણી શકાયું નથી. બીજી બાજુ, તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *