Delhi

મુંબઈ ઈંડિયન્સ સામે બેંગલોરએ ૮ વિકેટે જીત મેળવી

નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાઇ હતી. વર્તમાન સિઝનમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી. ઇઝ્રમ્ની કમાન ફાફ ડુપ્લેસીના હાથમાં છે જ્યારે રોહિત શર્મા મુંબઈની કેપ્ટન્સી સંભાળી રહ્યો છે. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ રેકોર્ડ ૫ વખત આઈપીએલ ટાઈટલ જીત્યું છે જ્યારે આરસીબીને હજુ પણ પહેલું ટાઈટલ જીતવાનું બાકી છે. એવામાં આવે પહેલી મેચમાં જ બેંગ્લોરે જીત સાથે શરૂઆત કરી દીધી છે અને મુંબઈ ઈંડિયન્સની ટીમને ૮ વિકેટે પરાજય આપ્યો છે. આરસીબીએ પોતાના હોમ ગ્રાઉન્ડથી જીતની શરૂઆત કરી દીધી છે. ઇઝ્રમ્એ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ત્યાર બાદ તેઓના બોલર્સે શાનદાર બોલિંગ કરી હતી. મુંબઈ ઈંડિયન્સની ૪૮ રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. આ ચાર વિકેટોમાં ઓપનર્સ અને કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા ધુરંધર બેટ્‌સમેનનો પણ સમાવેશ થાય છે. એવું લાગતું હતું કે મુંબઈ ૧૦૦ રન સુધી પણ પહોંચી શકે એમ નથી. પણ ત્યાર પછી તિલક વર્માએ શાનદાર બેટિંગ કરતાં ૮૪ રન બનાવ્યા હતા. અને તેની બેટિંગના સહારે જ ટીમ ૧૭૧ રન બનાવી શકી હતી. જાે કે બીજી બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે શરૂઆતથી જ પ્રભુત્વસાભર બેટિંગ કરતાં પકડ જમાવી લીધી હતી. બંને ઓપનર્સે ફિફ્ટી ફટકારી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ ટીમને જીતના આરે લાવી દીધી હતી. જાે કે ત્યાર બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આઉટ થઈ ગયો હતો પરંતુ આખરે ઇઝ્રમ્ ની ૮ વિકેટે શાનદાર જીત થઈ હતી. વીરાટ કોહલીએ પાંચ છગ્ગા ફટકારીને ૮૨ રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *