Delhi

યશસ્વી જયસ્વાલે IPL ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી ઈતિહાસ રચ્યો

નવીદિલ્હી
ઓપનર યશસ્વી જયસ્વાલે (રૂટ્ઠજરટ્ઠજદૃૈ ત્નટ્ઠૈજુટ્ઠઙ્મ) આઇપીએલ ૨૦૨૩માં ઈતિહાસ રચ્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જયસ્વાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર ૧૩ બોલમાં પોતાના ૫૦ રન પૂરા કર્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ બેટ્‌સમેનની આ સૌથી ઝડપી ફિફ્ટી છે. યશસ્વીએ પોતાની અડધી સદીની ઇનિંગમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ કેએલ રાહુલ (દ્ભન્ ઇટ્ઠરેઙ્મ)ના નામે હતો. રાહુલે ૨૦૧૮માં પંજાબ કિંગ્સ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે ૧૪ બોલમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે પેટ કમિન્સે (ઁટ્ઠં ઝ્રેદ્બદ્બૈહજ) ૨૦૨૨માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૪ બોલમાં રમતા પચાસ રન પૂરા કર્યા હતા. યશસ્વી જયસ્વાલ ૈંઁન્ના ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા જયસ્વાલની ફર્સ્ટ ક્લાસ મેચોમાં બેવડી સદી છે. આ સિવાય તેણે લિસ્ટ છ ક્રિકેટમાં બેવડી સદી પણ ફટકારી છે, જ્યારે તેણે અંડર-૧૯ વર્લ્ડ કપમાં પણ સદી ફટકારી છે. જયસ્વાલે રણજી ટ્રોફી, ઈરાની કપ, દુલીપ ટ્રોફી, વિજય હજારે, ઈન્ડિયા એ અને આઈપીએલમાં સદી ફટકારી છે. યશસ્વી આઇપીએલની ૧૬મી આવૃત્તિમાં ૫૦૦ રન બનાવનાર બીજાે બેટ્‌સમેન બની ગયો છે. આ સિઝનમાં ૫૦૦નો પ્રથમ આંકડો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ સ્પર્શ કર્યો હતો.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *