Delhi

યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાએ ૮૫ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું

નવીદિલ્હી
બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીની સાસુ અને આદિત્ય ચોપરાની માતા પામેલા ચોપરાનું નિધન થયું છે. યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાએ ૮૫ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. હવે ફેન્સ સોશિયલ મીડિયા પર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તેમણે અનેક રૂઇહ્લ ફિલ્મોમાં લેખક, કોસ્ચ્યુમ ડિઝાઇનર અને સહ-નિર્માતા તરીકે પણ કામ કર્યું છે. થોડા અઠવાડિયા પહેલા, પામેલા રૂઇહ્લ પર ધી રોમેન્ટિક્સ ઓન નામની ડોક્યુમેન્ટ્રીમાં જાેવા મળી હતી જ્યાં તેણે તેના પતિ યશ ચોપરાની જર્ની વિશે વાત કરી હતી. પામેલા ચોપરાના નિધનના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે અને ચોપરા પરિવાર શોકનો માહોલ છે. ફિલ્મ મેકર યશ ચોપરાની પત્ની હોવાની સાથે પામેલા ચોપરાએ બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. પામેલા એક ઉમદા સિંગર હોવા ઉપરાંત એક સારી લેખિકા પણ હતી. તે સતત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપી રહી હતી. રાની મુખર્જી સાથેના તેના સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. બંને વચ્ચેનો પ્રેમ તેમના ફોટોઝમાં સ્પષ્ટ દેખાતો હતો. હાલમાં પામેલાના મૃત્યુ પર પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આદિત્ય ચોપરા અને રાની મુખર્જીએ પણ તેમની માતા પામેલના મૃત્યુ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પામેલા ચોપરા અને યશ ચોપડાએ ૧૯૭૦માં લગ્ન કર્યા,બાદમાં પામેલાએ ફિલ્મ સાથે જાેડાયેલા ઘણા ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેણે કભી કભી (૧૯૭૬) થી ડર, ચાંદની, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને મુઝસે દોસ્તી કરોગે સુધીના ઘણા ફિલ્મી ગીતો ગાયા છે. જ્યારે, ૧૯૯૩ની ફિલ્મ આયના તેમના દ્વારા સ્વતંત્ર રીતે બનાવવામાં આવી હતી. જણાવી દઇએ કે તાજેતરમાં બોલિવૂડના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની માતા કમલા છાબરાનું નિધન થયું હતું, જેના પછી ઘણા બોલિવૂડ સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો હતો.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *