Delhi

યુવકે ૨૦,૦૦૦ની ટિકિટ ખરીદ્યા પછી જણાવ્યો પોતાનો અનુભવ, શુબમન ગિલે કરી કમેન્ટ..!!

નવીદિલ્હી
આ વર્ષે ૈંઁન્ દર્શકોથી ખિચોખિચ ભરેલા મેદાન સાથે જાેવાનો લહાવો દર્શકો લઈ રહ્યા છે, આમ થવાથી માત્ર ક્રિકેટ રસિકો જ નહીં પરંતુ પ્લેયર્સ અને ટીમ મેનેજમેન્ટ પણ ઘણું ખુશ છે. ગ્રાઉન્ડમાં અત્યાર સુધી યોજાયેલી મેચોમાં દર્શકોનો જબરજસ્ત ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે દર્શકો પોતાના ગ્રાઉન્ડ પર પહોંચીને મેચ જાેવાના અનુભવ શેર કરી રહ્યા છે. આવામાં એક ફેને શેર કરેલા પોતાના એક્સપિરિયન્સ પર ગુજરાત ટાઈટન્સના યુવા અને સ્ફોટક બેટ્‌સમેન શુબમન ગિલે મજાનો રિપ્લાય પણ આપ્યો છે. યુવકે સોશિયલ મીડિયા પર પોતાની ૨૦,૦૦૦ રૂપિયાની ટિકિટ ખરીદ્યા પછી કેવો અનુભવ થયો તે શેર કર્યો છે. યુવકને કેવી મજા આવી રહી છે તે પણ તેણે વીડિયોમાં દર્શાવ્યું છે. આ જાેઈને શુબમન ગિલે કમેન્ટ કરીને રમૂજ કરી છે. ફેને ખરીદેલી ૨૦ હજાર રૂપિયાની ટિકિટમાં ઓપનિંગ સેરેમનીનો પણ સમાવેશ થયા છે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો, જે બાદ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ગુજરાત ટાઈટન્સની જીત થઈ હતી અને શુબમન ગિલે ૩૬ બોલમાં ૬૩ રન કરીને મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈન્સ્ટાગ્રામ પર યુવકે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે દેખાય છે કે ઈલેક્ટ્રિક કાર ચલાવીને સ્ટેડિયમની અંદર જઈ રહ્યો છે. આ સુવિધા તેને પ્રિમિયમ લોજની ટિકિટ લેવા પર મળી હતી. આ વીડિયો જાેઈને શુબમન ગિલે લખ્યું છે કે, “સહી હૈ ભાઈ. હમે તો ચલ કે જાના પડતા હૈ.” શુબમન ગિલે યુવકના વીડિયો પર કમેન્ટ કર્યા બાદ તે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ૧૦ લાખ કરતા વધુ લોકો જાેઈ ચુક્યા છે અને હજારો યુઝર્સે તેના પર કમેન્ટ્‌સ કરી છે. શુબમન ગિલે પહેલી મેચમાં કમાલ કરી પરંતુ બીજી મેચમાં તે એટલા રન બનાવવામાં સફળ રહ્યો નહોતો જાેકે, તે ટોપ ૧૦ બેટ્‌સમેનોમાં હજુ પણ છે. આ લિસ્ટમાં ૧૪૯ રન સાથે ઋતુરાજ ગાયકવાડ ટોપ પર છે. જ્યારે શુભમન ગિલ ૭મા નંબર પર છે, તેણે બે મેચમાં કુલ ૭૭ રન બનાવ્યા છે. આ લિસ્ટમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે, કોહલીએ ૧ મેચ રમીને ૮૨ રન બનાવ્યા છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *