નવીદિલ્હી
નવી દિલ્હીઃ યૂટ્યૂબના સીઈઓ સુસાન વોઝ્સકીએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. ય્ર્ર્ખ્તઙ્મીની પેરેન્ટ્સ કંપની છઙ્મॅરટ્ઠહ્વીં ૈંહષ્ઠએ ગુરુવારે જણાવ્યું છે કે, ર્રૂે્ેહ્વીના મુખ્ય કાર્યકારી અધિકારી (ઝ્રઈર્ં)સુસાન ડાયને વોઝ્સકીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું સ્થાન ભારતીય મૂળના અમેરિકી નીલ મોહન લેશે. વોઝ્સ્કી (૫૪) એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, તે પોતાના પરિવાર સાથે વધારે સમય વિતાવવા માગે છે. તે પોતાની તબિયત અને વ્યક્તિગત જીવન પર ધ્યાન આપવા માગે છે. વોઝ્સકીએ જણાવ્યું કે, આ પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી તેઓ આ પદ પર બની રહેશે અને તે ગૂગલની પેરેન્ટ્સ કંપની અલ્ફાબેટ ઈંકમાં કામ કરતા એક સલાહકારની ભૂમિકા પણ નિભાવશે. સુસાન ડાયને વોઝ્સ્કી ગૂગલના શરુઆતી કર્મચારીમાંથી એક હતા. એટલું જ નહીં તે લગભગ ૨૫ વર્ષોથી ગૂગલની પેરેન્ટ્સ કંપની સાથે છે. વર્ષ ૨૦૧૪માં તે યૂટ્યૂબના સીઈઓ બન્યા હતા. હવે નવ વર્ષ બાદ તેમણે આ પદ છોડ્યું છે. તેમણે કહ્યું કે, યૂટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસર નીલ મોહન યૂટ્યૂબના નવા પ્રમુખ હશે. તેમણે આગળ કહ્યુ કે, મોહન એક ઉત્કૃષ્ટ લી઼ડર છે, જે આ સમુદાય અને તેની જરુરિયાતને અન્ય કોઈ કરતા વધારે સારી રીતે જાણે છે. ત્યાર બાદ ભારતીય મૂળના અમેરિકા નીલ મોહન કંપનીની કમાન સંભાળશે. નીલના કરિયરની શરુઆત ગ્લોરફાઈડ ટેક્નિકલ સપોર્ટથી થઈ હતી. અહીં તેમને ૬૦,૦૦૦ ડોલર પગાર મળતો હતો. ૨૦૦૮માં નીલ ગૂગલમાં તે સમયે જાેડાયા, જ્યારે તેમની જૂની કંપની ડબલ ક્લિકને ગૂગલે ખરીદી હતી. ૨૦૧૫માં ગૂગલે જાહેરાત બિઝનેસથી યૂટ્યૂબમાં સામેલ થયા બાદ નીલ મોહન વોઝ્સ્કીના ટોચના ડેપ્યુટી રહ્યા છે. નીલ મોહન હાલમાં યૂટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે.