Delhi

રજુ કરાયેલ બજેટમાં સરકારે અલ્પસંખ્યક મંત્રાલયના બજેટ પર ભારે કાપ મુક્યો

નવીદિલ્હી
મોદી સરકારના અંતિમ પૂર્ણ બેજટમાં અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના બજેટમાં ભારે કાપ મુકવામાં આવ્યો છે. ૨૦૨૩-૨૪ માટે અલ્પસંખ્યક મંત્રાલયને ૩૦૯૭ કરોડ રૂપિયાનું બજેટ ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ૨૦૨૨-૨૩ના બજેટમાં આ રકમ ૫૦૨૦ કરોડ રૂપિયા હતી. કહેવાય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ફક્ત ૨૬૧૨ કરોડ રૂપિયા ખર્ચ કરી શક્યા હતા. મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટમાં અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના બજેટમાં ભારે કાપ મુકવામાં આવ્યો છે. ૨૦૨૩-૨૪ માટે અલ્પસંખ્યક મંત્રાલયને ૩૦૯૭ કરોડ રૂપિયા બજેટ ફાળવણી કરવામાં આવી, જ્યારે ૨૦૨૨-૨૩માં બજેટની આ રકમ ૫૦૨૦ કરોડ રૂપિયા હતી. કહેવાય છે કે, નાણાકીય વર્ષે ૨૦૨૨-૨૩માં ફક્ત ૨૬૧૨ કરોડ રૂપિયા જ ખર્ચ કરી શક્યા છે. તો વળી મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉંડેશન બંધ થવાના આરે છે. તેના માટે ફક્ત ૧૦ લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. નઈ મંઝીલને ફક્ત ૧૦ લાખનું બજેટ આપવામાં આવ્યું છે. સ્કીલ ડેવલપમેન્ટને પણ ૧૦ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે પાછલા વર્ષે સ્કીલ ડેવલપમેન્ટનું બજેટ ૧૦૦ કરોડ રૂપિયા હતું. તો વળી યૂપીએસસી તૈયારી માટે અલ્પસંખ્યક વિદ્યાર્થીઓ માટે ચાલતી સ્કીમ બંધ કરી દેવામાં આવી છે. એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બજેટ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્ર સરકાર પર ટાર્ગેટ કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી સરકારે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે બજેટમાં ૪૦ ટકા કાપ કર્યો છે. તેમણે કહ્યું કે, કદાચ પીએમ મોદીના હિસાબથી ગરીબ અલ્પસંખ્યક બાળકોને સરકારના પ્રયાસની જરુર નથી. સૌના વિકાસવાળો નારો જ કાફી છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *