નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ઈજાના કારણે તે એશિયા કપ ૨૦૨૨ બાદથી ટીમ ઈન્ડિયામાં રમ્યો નથી. ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં શ્રીલંકાને ૪ વિકેટે હરાવ્યું હતું. બીજી વનડે પૂરી થયાના થોડા સમય બાદ રવિન્દ્ર જાડેજાએ ટિ્વટ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. મેચ બાદ રવિન્દ્ર જાડેજાએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પરથી લખ્યું કે, ‘કંઈ ન બોલો.. બસ હસો.’ જાેકે, જાડેજાએ આ ટિ્વટ શા માટે કર્યું તે કોઈ જાણતું નથી. પરંતુ એવું લાગે છે કે, તેણે ટ્વીટ કરીને પસંદગીકાર્તાઓ પર નિશાન સાધ્યું છે. જાે કે, આ ટ્વીટએ ચાહકોને આ ટિ્વટ પાછળનું કારણ જાણવા માટે મજબૂર કરી દીધા છે. સ્ટાર ઓલરાઉન્ડરે સપ્ટેમ્બર ૨૦૨૨માં તેની સર્જરી કરાવી હતી. આ કારણે તે ્૨૦ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ પણ રમી શક્યો ન હતો. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેણે એવું કહીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું કે, તે સંપૂર્ણ રીતે ફિટ નથી. જાડેજા શ્રીલંકા સામેની વનડે શ્રેણીનો પણ ભાગ નથી. જાડેજાને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં પસંદ કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ભાગ લેવાની છે. જાડેજાની સતત ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી બની શકે છે. તે ટીમ ઈન્ડિયા માટે બેટ, બોલ અને મેદાન પર તેની ફિલ્ડિંગથી ઘણું યોગદાન આપે છે. જાડેજા ૨૦૧૩ થી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. ૈંઁન્ ૨૦૨૩ની હરાજી પહેલા ઝ્રજીદ્ભ દ્વારા જાડેજાને જાળવી રાખવામાં આવ્યો છે.


