Delhi

રશિયાના ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધથી ભારતને કેટલો ફાયદો થશે કે નુકશાન થશે?!..

નવીદિલ્હી
ભારત રશિયા પાસેથી વધુને વધુ સસ્તું તેલ ખરીદીને યુરોપ અને અમેરિકામાં નિકાસ કરીને વૈશ્વિક તેલ બજારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. પરંતુ આમ છત્તા ભારતને થોડો આંચકો લાગ્યો છે, કારણ કે તે તેલના પુરવઠાના અભાવને કારણે ઊભી થતી સમસ્યાઓને રોકવાની સાથે રશિયાની ઊર્જા આવક ઘટાડવાના પશ્ચિમી દેશોના જાેડિયા લક્ષ્યોને પૂર્ણ કરી રહ્યું છે. યુરોપ રશિયા પર પ્રતિબંધો લાદતું હોવાથી ભારત વૈશ્વિક તેલ બજારનું કેન્દ્ર બની રહ્યું છે. આમાં રશિયા અને યુક્રેનના સંઘર્ષે મહત્વની ભૂમિકા ભજવી છે. વોશિંગ્ટન થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના વરિષ્ઠ ફેલો બેન કાહિલે જણાવ્યું હતું કે યુએસ ટ્રેઝરી અધિકારીઓના બે મુખ્ય ધ્યેયો છે ૧. બજારને ક્રૂડ ઓઇલ સાથે સારી રીતે સપ્લાય રાખવું અને ૨. રશિયાને ઊર્જાની આવકથી વંચિત રાખવું. યુરોપ અને અમેરિકા જાણે છે કે ભારતીય અને ચાઈનીઝ રિફાઈનર્સ રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ઓઈલ ખરીદીને અને બજાર ભાવે ઉત્પાદનોની નિકાસ કરીને જંગી માર્જિન કમાઈ શકે છે. પરંતુ યુરોપ અને અમેરિકાને આમાં કોઈ સમસ્યા નથી. ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ કેપ્લરના જણાવ્યા અનુસાર ભારતે ગયા મહિને ન્યુયોર્કમાં દરરોજ લગભગ ૮૯,૦૦૦ બેરલ પેટ્રોલ અને ડીઝલની નિકાસ કરી હતી, જે લગભગ ચાર વર્ષમાં સૌથી વધુ છે. યુરોપમાં દૈનિક નીચા-સલ્ફર ડીઝલનો પ્રવાહ જાન્યુઆરીમાં ૧,૭૨,૦૦૦ બેરલ હતો, જે ઓક્ટોબર ૨૦૨૧ પછી સૌથી વધુ છે. રવિવારથી રશિયન પેટ્રોલિયમ નિકાસ પર યુરોપિયન યુનિયનના નવા પ્રતિબંધો લાગુ થયા બાદ ભારતનું મહત્વ વધુ વધવાની ધારણા છે. કારણ કે ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદશે અને યુરોપમાં નિકાસ કરશે. ભારત તેની ક્રૂડ ઓઈલની લગભગ ૮૫% જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર ર્નિભર છે. દેશના રિફાઇનર્સ કે જેઓ સ્થાનિક માંગને પહોંચી વળવા માટે જવાબદાર છે. તેમાં રાજ્ય સંચાલિત પ્રોસેસર્સનો પણ સમાવેશ થાય છે. ઉંચા આંતરરાષ્ટ્રીય ભાવનો લાભ લેવા તેઓએ ગયા વર્ષે નિકાસમાં પણ વધારો કર્યો હતો. યુરોપિયન યુનિયનની માર્ગદર્શિકા હેઠળ, ભારત નિયમો હેઠળ કામ કરી રહ્યું છે. જાે રશિયન ક્રૂડને ભારતમાં ફ્યુલમાં રૂપાંતરિત કરવામાં આવે તો તે ઉત્પાદનોને યુરોપિયન યુનિયનમાં વહેંચી શકાય છે કારણ કે તે રશિયન મૂળના હોવાનું માનવામાં આવતું નથી. યુરોપિયન યુનિયન રશિયાની આવકમાં શક્ય તેટલો ઘટાડો કરવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ વૈશ્વિક પુરવઠા સંકટને ટાળવા માટે રશિયાના તેલ અને શુદ્ધ ઉત્પાદનોનો પ્રવાહ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવામાં પણ તેનો રસ છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *