નવીદિલ્હી
એક ચોંકાવનારી વિગત સામે આવી છે જે નૈના કંવલના ફેન્સને નવાઈ પમાડી રહી છે. અને આ કારણે ફરી આવ્યા ચર્ચામાં નૈના કંવલ. રિપોર્ટ્સ મુજબ વિગતો એવી સામે આવી રહી છે કે નૈનાની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે. ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં નૈના કંવલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસ દરમિયાન હથિયાર મળી આવ્યા હતા. અપહરણ કેસમાં મોસ્ટ વોન્ટેડની શોધવામાં દિલ્હી પોલીસ રોહતકના એક ફ્લેટમાં પહોંચી હતી. અહીં જ્યારે ઘરનો દરવાજાે ખુલ્યો તો પોલીસને મોસ્ટ વોન્ટેડ તો ના મળ્યો પરંતુ ગેરકાયદેસર રીતે રાખેલા હથિયાર અને નૈના કંવલ મળી હતી. પોલીસને જાેઈને નૈના કંવલે ગેરકાયદેસર રીતે રાખેલા હથિયાર ફ્લેટની બારીમાંથી ફેંકી દીધા હતા. પરંતુ પોલીસે તેને કબજે કરી લીધા હતા. ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં નૈનાની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ સાથે અપહરણ કેસમાં તપાસ માટે પૂછપરછ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. રાજસ્થાન પોલીસે ભર્યા છે પગલાઃ ટ્રેની સબ ઈન્સ્પેક્ટર નૈના કંવલની ધરપકડ અને જેલ ગયા પછી રાજસ્થાન પોલીસે તેમની સામે એક્શન લીધા છે. એડીજી ઈન્ટેલિજન્ટ એસ સેંગથિરે જણાવ્યું કે પાંચમી બટાલિયનમાં તૈનાત નૈનાને સસ્પેન્ડ કરાયા છે. નૈના કંવલ હરિયાણાના રેસલર છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર ઘણાં મેડલ જીત્યા છે. સ્પોર્ટ્સ ક્વોટામાં તેમની રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટરની નોકરી મળી હતી. આરપીએમાં ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેમને પ્રોબેશનર તરીકે આરએસી બટાલિયનમાં તૈનાત કરાયા હતા. નૈના કંવલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે અને તેમની પોલીસની વર્દીમાં મૂકવામાં આવેલી પોસ્ટના કારણે તેઓ વધુ ફેમસ બન્યા છે. તેમનો ફેન્સ ગ્રાફ પણ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. જાેકે, એક તમચાના કારણે તેમનું જીવન બદલાઈ ગયું છે. હવે આ મામલે વધુ તપાસ કરાઈ રહી છે.