Delhi

રાશિદ ખાને માર્યા ૧૦ છગ્ગા, પણ સૂર્યકુમારની સદીએ મુંબઈને ગુજરાત સામે અપાવી જીત

નવીદિલ્હી
સ્ૈં ફજી ય્‌ઃ ૈંઁન્ ૨૦૨૩ ની ૫૭મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ૨૭ રનથી જીત મેળવી હતી, પરંતુ ય્‌ના ઓલરાઉન્ડર ખેલાડી રાશિદ ખાને લોઅર ઓર્ડરમાં જાેરદાર બેટિંગ કરીને બધાના દિલ જીતી લીધા હતા. રાશિદ ખાને પોતાની ટીમ ગુજરાત ટાઇટન્સ માટે કુલ ૩૨ બોલનો સામનો કર્યો હતો. જેમાં તે ૨૪૬.૮૭ના સ્ટ્રાઈક રેટથી અણનમ ૭૯ રન બનાવવામાં સફળ રહ્યો. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને ૧૦ છગ્ગા નીકળ્યા હતા. વાનખેડે સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરતી વખતે, મુંબઈ ઈંડિયન્સનાં સૂર્યકુમાર યાદવે તેની ૈંઁન્ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આજે ત્રીજા નંબર પર બેટિંગ કરતા તેણે કુલ ૪૯ બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તે અણનમ ૧૦૩ રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે પોતાની શાનદાર ઇનિંગ્સમાં કુલ ૧૧ ચોગ્ગા અને છ શાનદાર છગ્ગા ફટકાર્યા હતા. બંને ટીમ જાે કે આઇપીએલ ૨૦૨૩ ના પોઈન્ટ ટેબલમાં ટોપ ૪ માં છે અને સેમી ફાઇનલ સુધીની સફર ખેડે તે નિશ્ચિત લાગી રહ્યું છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *