Delhi

રીલીઝ થયેલા ટ્રેલરમાં દેખાયેલ સલમાન ખાનનો આ અંદાજ પર ઘાયલ થયા ફેન્સ

નવીદિલ્હી
ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન ખાન અનોખા લુકમાં જાેવા મળશે. તેની બાકીની ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ એક્શન, રોમાન્સ અને ઈમોશનથી ભરપૂર છે, જેની ઝલક ટ્રેલરમાં જાેવા મળી છે. ફિલ્મના ગીતો સાંભળીને ફેન્સ પહેલેથી જ રોમાંચિત છે, હવે તેના ટ્રેલરે દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. ટ્રેલરમાં સલમાન ખાન જાેરદાર અંદાજમાં જાેવા મળી રહ્યો છે. સલમાન ખાન લાંબા વાળમાં ડેશિંગ દેખાઈ રહ્યો છે. તે પોતાના લુક અને એક્શનથી છવાયેલો જાેવા મળે છે. તેની લવર ઈમેજ ફેન્સને ખુશ કરી દીધી છે. આ ટ્રેલરમાં પૂજા હેગડે સાથે તેની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી રહી છે. નેટીઝન્સ તેમની કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે. સલમાન ખાનની ફિલ્મને લઈને જે પ્રકારનો ક્રેઝ છે, તે જાેઈને લાગે છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવશે. શક્ય છે કે, તે કમાણીમાં ‘પઠાણ’ સહિત અન્ય મોટી ફિલ્મોને પાછળ છોડી દેશે. ફિલ્મના ગીતો સોશિયલ મીડિયા પર છવાયેલા છે અને ખૂબ સાંભળવામાં આવી રહ્યા છે. આ ફિલ્મમાં પાંચ ગીતો છે – ‘નઈયો લગદા’, ‘જી રહે થે હમ’, ‘બથુકમ્મા’, ‘મ્ટ્ઠંરેાટ્ઠદ્બદ્બટ્ઠ’, યેતમ્માં અને ‘બિલ્લી બિલ્લી’. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત કિસી કા ભાઈ કિસી કી જાન ૨૧ એપ્રિલે ઈદના અવસર પર રિલીઝ થશે. સલમાને આ ફિલ્મમાં માત્ર મુખ્ય ભૂમિકા જ ભજવી નથી, તે આ ફિલ્મનો નિર્માતા પણ છે. ફિલ્મમાં પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબાતી, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, રાઘવ જુયલ, અભિમન્યુ સિંહ, સિદ્ધાર્થ નિગમ, શહનાઝ ગિલ, જસ્સી ગિલ, પલક તિવારી જેવા સ્ટાર્સે ખાસ ભૂમિકા ભજવી છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *