નવીદિલ્હી
હાલના સમયમાં ટીમ ઈંડિયા હોળીના જશ્નમાં ડૂબેલી છે. સોશિયલ મીડિયા પર ટીમની કેટલીય તસ્વીરો વાયરલ થઈ રહી છે. બીસીસીઆઈએ પણ અમુક ખેલાડીઓની તસ્વીરો શેર કરી હતી. જેમાં ખેલાડી એક બીજાને ગુલાલ લગાડતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન વચ્ચે એક એવી વાત જાેવા મળી કે, જેને જાેઈને સૌ કોઈ ચોંકી ગયા. હકીકતમાં ટીમના કેપ્ટન રોહિત શર્માએ હોળીની એક સેલ્ફી શેર કરી છે, જેમાં કિંગ કોહલી ગાયબ છે. રોહિત શર્માની સેલ્ફી ફેન્સને વિરાટ કોહલીની યાદ અપાવી દીધી. ફેન્સે રોહિત શર્માના ફોટો પર રિએક્શન આપતા વિરાટ કોહલીને યાદ કર્યો, રોહિત શર્માની આ તસ્વીરમાં આપને વિરાટ કોહલી ઉપરાંત ટીમના બાકીના લગભગ તમામ ખેલાડીઓ દેખાશે. આ દરમિયાન કિંગ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા હોળીની શુભકામના આપતી તસ્વીરો શેર કરી, જેમાં રવીન્દ્ર જાડેજા પણ દેખાઈ રહ્યો છે. કોહલી અને રોહિતની અલગ અલગ તસ્વીરો જાેઈ ફેન્સના મનમાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા હતા. કોહલીની સાથેની તસ્વીરમાં જાડેજા ઉપરાંત બીજૂ કોઈ દેખાતું નથી, તો વળી રોહિત શર્મા સાથે લગભગ આખી ટીમ દેખાઈ રહી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર મોટા ભાગે સમાચારો આવતા રહે છે. બંને વચ્ચે બધું બરાબર નથી. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કર્યો છે કે, વિરાટ કોહલીને કપ્તાની છોડ્યા બાદ બંને વચ્ચે અબોલા થયા છે. હવે આવા સમયે બંનેએ અલગ અલગ તસ્વીરો શેર કરીને આ વાતને વધારે આગ લગાવી છે. જાે કે, આ વાતની ક્યાંયથી પણ પુષ્ટિ થઈ નથી.


