Delhi

રોહિત શર્માનું ફોર્મમાં આવવું મુંબઈ માટે સારી નિશાની ઃ ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી

નવીદિલ્હી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમના કેપ્ટન રોહિત શર્માએ મંગળવારે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી અને અંતે ભારે રસાકસી બાદ છેલ્લા બોલે મુંબઈનો વિજય થયો હતો. રોહિતના ફોર્મમાં પરત આવવા અંગે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ અને વર્તમાન કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રોહિત શર્માનું ફોર્મમાં આવવું મુંબઈ ઇન્ડિયન્સ માટે સારી નિશાની છે. દિલ્હીને છ વિકેટે હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે વર્તમાન આઇપીએલની ટી૨૦ ટુર્નામેન્ટમાં પોતાનો પ્રથમ વિજય હાંસલ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સે ૧૭૨ રનનો સ્કોર કર્યો હતો જેને વટાવવા માટે મુંબઈને ૨૦મી ઓવરના છેલ્લા બોલ સુધી રાહ જાેવી પડી હતી પરંતુ અંતે તેમણે છ વિકેટથી મેચ જીતી હતી. કેપ્ટન રોહિત શર્માએ ૬૫ રન ફટકાર્યા હતા અને ૨૪ ઇનિંગ્સ બાદ પહેલી વાર અડધી સદી ફટકારી હતી. રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શાનદાર ઢબે બેટિંગ કરી હતી અને પ્રારંભમાં જ ટીમ પરનું દબાણ હળવું કરી નાખ્યં હતું. તેણે ઉદાહરણરૂપ બેટિંગ કરી હતી અને આ મેચ વિનિંદ પ્રદર્શન તેને આગળ લઈ જશે, અને સાથે સાથે મુંબઈ ઇન્ડિયન્સને પણ તેનો લાભ મળશે કેમ કે આ ઇનિંગ્સ મુંબઈ માટે સારી નિશાની છે. આ વિજયથી ટુર્નામેન્ટમાં આગળ ધપવા માટે મુંબઈ ઇન્ડિયન્સ જેવી ચેમ્પિયન ટીમના આત્મવિશ્વાસમાં વધારો થશે.દરમિયાન મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાને વધુ સમય સુધી ક્રિઝ પર રહેવા માટે ઉપરના ક્રમે બેટિંગ કરવી જાેઇએ. બુધવારે ચેન્નાઈ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચેપોકમાં મુકાબલો છે જે ધોનીની ચેન્નાઈના સુકાની તરીકેની ૨૦૦મી મેચ છે. ગાવસ્કરે જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે ધોની બેટિંગ ક્રમમાં આગળ આવે. આમ થશે તો તે થોડી વધારે બેટિંગ કરી શકશે. હાલમાં તે ત્રણ કે ચાર અને ક્યારેક તો તેના કરતાં પણ ઓછી બેટિંગ કરે છે. તે વહેલો આવશે તો ચેન્નાઈની બેટિંગમાં તે ઘણો ફરક લાવી શકશે અને તે મોટો સ્કોર ખડકવા માટે સક્ષમ બની જશે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *