Delhi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં NCCની વાર્ષિક રેલીમાં આપી હાજરી

ગ્રેટર નોઈડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં દ્ગઝ્રઝ્રની વાર્ષિક રેલીમાં હાજરી આપી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ એનસીસીના ૭૫ સફળ વર્ષ નિમિત્તે એક ખાસ ડે કવર અને ૭૫ રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ અવસરે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, ‘એનસીસી આજે તેની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તેમણે વર્ષોથી દ્ગઝ્રઝ્રનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેઓ તેનો એક ભાગ છે, હું રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરું છું.’ વડાપ્રધાને સંબોધનમાં શું કહ્યુ? તે.. જાણો.. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ‘આજે આખી દુનિયા ભારત તરફ જાેઈ રહી છે, તેની પાછળનું સૌથી મોટું કારણ તમે છો, ભારતના યુવાનો. આજનો ભારત તમામ યુવા મિત્રોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યાં તમે તમારા સપના પૂરા કરી શકો, આજે યુવાનો માટે નવા ક્ષેત્રો ખોલવામાં આવી રહ્યા છે. દેશના વિકાસમાં દ્ગઝ્રઝ્રની ભૂમિકા શું છે, અમે અહીં જાેયું કે તમે બધા કેટલા પ્રશંસનીય કામ કરી રહ્યા છો.’ પીએમ મોદીએ યુવાનોને એવા સ્થળોની મુલાકાત લેવા માટે પણ પ્રેરિત કર્યા જે ઇતિહાસને યાદ કરે છે. વડાપ્રધાને કહ્યું કે, ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, પોલીસ સ્મારકની મુલાકાત અવશ્ય લેવી જાેઈએ. આ સાથે લાલ કિલ્લામાં નેતાજી મ્યુઝિયમની અવશ્ય મુલાકાત લો. વડાપ્રધાનના મ્યુઝિયમની પણ મુલાકાત લો. બાબા સાહેબ, પટેલ સાહેબનું મ્યુઝિયમ જાેવા મળશે. તમને અહીંથી પ્રેરણા મળશે. કોઈપણ રાષ્ટ્રને ચલાવવા માટે જે ઉર્જા સૌથી મહત્વની હોય છે તે યુવાની, ઉત્સાહ, જુસ્સો અને અનેક સપના છે. જ્યારે સપના સંકલ્પ બની જાય છે અને જીવનમાં સંકલ્પ ભેગા થાય છે ત્યારે જીવન સફળ બને છે.’ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના યુવાનો માટે આ નવી તકનો સમય છે. વિશ્વ ભારત તરફ જાેઈ રહ્યું છે અને તેનું સૌથી મોટું કારણ ભારતના યુવાઓ છે, ભારતનો સમય આવી ગયો છે, જેના યુવાનો ઉત્સાહ અને જાેશથી ભરેલા છે, તે દેશની પ્રાથમિકતા હંમેશા યુવા જ રહેશે. આજે ભારતમાં યુવાનો માટે નવા ક્ષેત્રો ખોલવામાં આવી રહ્યા છે.’ પીએમ મોદીએ કહ્યું કે, તેઓ જે રીતે રક્ષા ક્ષેત્રમાં સુધારા કરી રહ્યા છે, તેનો લાભ યુવાનોને પણ મળી રહ્યો છે. આજે સેનાની જરૂરિયાતની સેંકડો વસ્તુઓ છે, જે આપણે ભારતમાં બનાવી રહ્યા છીએ. પહેલા વિદેશથી માલ આવતો હતો. આ તમામ અભિયાનો યુવાનો માટે ઘણી તકો લઈને આવ્યા છે.

Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *