Delhi

વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસેની હોસ્પિટલમાંથી ૩૫ હજારની રોકડ રકમની ચોરી થઇ

નવીદિલ્હી
વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલી પંડ્યા આઇ હોસ્પિટલમાંથી ૩૫ હજારની રોકડની ચોરી થઈ હતી. આ મામલે ડો. નિષીધકુમાર પંડ્યાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હકીકતમાં, વડોદરાના ન્યુ સમા રોડ પર ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલી ચૈતન્યધામ સોસાયટીમાં રહેતા નિષીધકુમાર નવિનચંદ્ર પંડ્યાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૧૪ ઓક્ટોબર-૨૦૨૨ના રોજ હું સાંજે સાડા પાંચ વાગ્યે હોસ્પિટલ બંધ કરીને ઘરે ગયો હતો અને ૧૫ ઓક્ટોબર-૨૦૨૨ના રોજ સવારે સાડા આઠ વાગ્યે હોસ્પિટલમાં આવ્યો હતો. તે સમયે અંદરના તમામ દરવાજા અને ડ્રોવર ખુલ્લા હતા અને ડ્રોવરનું લોક પણ તોડી નાખેલ હતું. આ ડ્રોવરમાં ઓપીડી અને ઓપરેશનના ૩૫ હજાર રૂપિયા મુકેલા હતા. તે મળી આવ્યા નહોતા. મેં તપાસ કરતા હોસ્પિટલની પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલનું લોક તોડીને કોઈ ઇસમ ચોરી કરતો ઝ્રઝ્ર્‌ફમાં દેખાયો હતો. પોલીસે તે વખતે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ લીધા હતા અને તે સમયે મારે હોસ્પિટલનું કામ હોવાથી પોલીસ ફરિયાદ કરી નહોતી. જેથી હવે હોસ્પિટલમાંથી ૩૫ હજારની ચોરી થયાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *