Delhi

વાઈરલ વીડિયોમાં ઈમરાન ખાન બુલેટપ્રુફ ફેસ શીલ્ડ પહેરેલો અને ચહેરો સંપૂર્ણ રીતે છે ઢંકાયેલા હાલતમાં જાેવા મળ્યો

નવીદિલ્હી
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન હાલ ચર્ચામાં છે. પાકિસ્તાન તહરીક એ ઈન્સાન પ્રમુખ ઈમરાન ખાન પણ અનેક કેસ ચાલુ છે. કેટલાકમાં તો તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ સુદ્ધા જાહેર થયેલું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એક આતંકવાદ વિરોધી કોર્ટે મંગલવારે ઈમરાન ખાનને મળેલા વચગાળાના જામીન ૧૩ એપ્રિલ સુધી આગળ વધાર્યા છે. આ બધા વચ્ચે કોર્ટમાં પેશી માટે જતા ઈમરાન ખાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વીડિયોમાં ઈમરાન ખાને બુલેટપ્રુફ ફેસ શીલ્ડ પહેરેલો છે અને ચહેરો સંપૂર્ણ રીતે ઢંકાયેલો છે. પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીએ ટિ્‌વટર પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઈમરાન ખાન માથાથી ગરદન સુધી સુરક્ષા કવચ પહેરેલું જાેવા મળી રહ્યા છે. બીજી બાજુ તેમના સુરક્ષાકર્મીઓએ સુરક્ષા ઢાલથી તેમને ઘેર્યા છે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન પર જીવલેણ હુમલો પણ થઈ ચૂક્યો છે. આ માટે પીટીઆઈ પ્રમુખ પોતાની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી ચૂક્યા છે. નોંધનીય છે કે ગત સુનાવણીમાં ન્યાયાધીશ એજાજ અહમદ બુટ્ટરે પીટીઆઈ પ્રમુખને નિર્દેશ આપ્યા હતા કે તેઓ હવેની સુનાવણીઓમાં પોતાની પેશી સુનિશ્ચિત કરે અને કેસની પોલીસ તપાસમાં પણ સામેલ થાય. ગત વર્ષ ૩ નવેમ્બરના રોજ ઈમરાન ખાન પર પંજાબના વજીરાબાદમાં એક રેલી દરમિયાન હુમલો થયો હતો. આજે કોર્ટમાં થયેલી સુનાવણીમાં જજે કહ્યું કે ઈમરાન ખાને હજુ સુધી બોન્ડની રકમ જમા કરી નથી. ખાનના વકીલ સલમાન સફદરે જવાબ આપ્યો કે પૂર્વ પ્રધાનમંત્રીના જીવને જાેખમ છે. જજે ત્યારે પૂછ્યું કે શું ખાન કોર્ટમાં હાજર થશે કે નહીં અને એ વાત પર ભાર મૂક્યો કે કોર્ટમાં હાજર થનારી વ્યક્તિને જ રાહત આપી શકાય છે. ત્યારબાદ કોર્ટે ઈમરન ખાનના વકીલને પોતાના અસીલને સવારે ૧૧ વાગે હાજર કરવાના નિર્દેશ આપ્યા હતા.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *