Delhi

વારાણસી સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે ૧૬ વર્ષ બાદ આવ્યો હતો ચુકાદો?.. જાણો

નવીદિલ્હી
ગાઝિયાબાદ જિલ્લા અને સત્ર અદાલતે વારાણસીમાં થયેલા સીરીયલ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી વલીઉલ્લાહને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. વિસ્ફોટોના ૧૬ વર્ષ બાદ આ ર્નિણય લેવામાં આવ્યો હતો. વારાણસીના સંકટ મોચન મંદિર અને કેન્ટ રેલવે સ્ટેશન પર ૨૦૦૬માં સીરીયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૩૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે જ સાંજે દશાશ્વમેઘ ઘાટ પરથી વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. ૫ એપ્રિલ ૨૦૦૬ના રોજ વારાણસી પોલીસે આ કેસમાં લખનૌના ગોસાઈગંજ વિસ્તારમાંથી અલ્હાબાદના ફૂલપુર ગામના રહેવાસી વલીઉલ્લાહની ધરપકડ કરી હતી. ૪ જૂને દોષી ઠેરવવામાં આવેલા વલીઉલ્લાહ પર સંકટ મોચન મંદિર અને વારાણસી કેન્ટ રેલવે સ્ટેશન પર વિસ્ફોટનું કાવતરું ઘડવાનો અને તેને અંજામ આપવાનો આરોપ ૪ જૂને સાબિત થયો હતો. વારાણસીના વકીલોએ વલીઉલ્લાહનો કેસ લડવાની ના પાડી. આ પછી, અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસને ગાઝિયાબાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો. ત્યારથી આ કેસની સુનાવણી ગાઝિયાબાદ સ્થિત જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી હતી. અગાઉ ૪ જૂને ગાઝિયાબાદ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિન્હાની કોર્ટે વલીઉલ્લાહને દોષિત ઠેરવ્યો હતો. આ પહેલા ૨૩ મેના રોજ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિંહાની કોર્ટમાં વારાણસી બોમ્બ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી શરૂ થાય તે પહેલા આરોપી વલીઉલ્લાહને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ર્નિણય માટે ૪ જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી. હકીકતમાં, ૭ માર્ચ, ૨૦૦૬ના રોજ વારાણસીમાં સંકટમોચન મંદિર અને રેલવે કેન્ટમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટો બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ સાથે જ દશાશ્વમેધ ઘાટ પરથી કુકર બોમ્બ પણ મળી આવ્યો હતો. વિસ્ફોટોમાં સંકટ મોચન મંદિરમાં સાત અને કેન્ટ સ્ટેશન પર ૧૧ લોકોના મોત થયા હતા.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *