Delhi

વાવાઝોડાનું મોટું જાેખમ!… ૮મી મેના રોજ થશે આ ફેરફાર.. શું થશે આની અસર.. જાણો

નવીદિલ્હી
આ વર્ષે હવામાન સતત ઉલટપુલટ જાેવા મળી રહ્યું છે. આ દૌર આગળ પણ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં તોફાનની અટકળો તેજ થઈ રહી છે. આગામી સપ્તાહ દરમિયાન ગમે ત્યારે પ્રી મોનસૂન સીઝનનું પહેલું ચક્રવાત આવી શકે છે. જાે કે તેના સંભવિત ટ્રેક અને તીવ્રતા પર હાલ કોઈ પણ ટિપ્પણી કરવી ઉતાવળ રહેશે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ૫મી મેના રોજ દક્ષિણ આંદમાન સાગર ઉપર એક વ્યાપક ચક્રવાત પવનોનું ક્ષેત્ર બનેલું છે. તેના ૬-૭ મેના રોજ ઓછા દબાણવાળા ક્ષેત્રના રૂપમાં સમુદ્રમાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી દિવસે એટલે કે ૮મી મેના રોજ રાતે ચક્રવાતી તોફાન પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ તોફાન કઈ દિશામાં આગળ વધશે અને તેની સ્પીડ કેવી રહેશે તે અંગે કશું સ્પષ્ટ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે એટલે કે ૭મી મે સુધીમાં સ્થિતિ કઈક સ્પષ્ટ થઈ શકશે. ત્યારબાદ જ તોફાનને પહોંચી વળવા અંગે અલર્ટ જાહેર કરાશે. તેના પગલે દેશના પૂર્વી રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણા, અને પશ્ચિમ બંગાળમાં જાેરદાર વરસાદ વરસી શકે છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શુક્રવારે રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને ધૂળવાળી આંધી જાેવા મળી. આ સાથે જ આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તલંગણાના કાંઠાના વિસ્તારો, ઓડિશામાં કેટલાક સ્થળોએ તથા ઝારખંડ અને બિહારમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ જાેવા મળ્યો. જ્યારે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મરાઠાવાડા, દક્ષિણ કર્ણાટક, ઉત્તર પંજાબ, સિક્કિમ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડ્યો. જાે આગામી ૨૪ કલાકની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં દિવસનું તાપમાન ધીરે ધીરે વધી શકે છે. પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ અને આંદમાન તથા નિકોબાર દ્વિપ સમૂહમાં હળવો વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારત, સિક્કિમ, આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં, તેલંગણા, અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પશ્ચિમ હિમાલય પર એક કે બે જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *