Delhi

વિક્રમ વિશ્વવિદ્યાલયના કુલપતિ અખિલેશ કુમાર પાંડેએ મૌખિક રીતે આપ્યા આદેશ

નવીદિલ્હી
મધ્ય પ્રદેશમાં શહેર, ગામ, સ્ટેશનના તો નામ બદલાઈ રહ્યા છે, પણ હવે જૂના જમાનાની કહેવતો પણ બદલાઈ રહી છે. ઉજ્જૈનની વિક્રમ વિશ્વવિદ્યાલયના કુલપતિએ મૌખિક રીતે વિદ્યાર્થીઓને આદેશ આપ્યા છે કે, નવી કહેવતનો ઉપયોગનો ઉપયોગ કરો, તેને લઈને રાજકારણ પણ શરુ થઈ ગયા છે. દેશ-પ્રદેશમાં હાલમાં કેટલાય ક્ષેત્રોમાં બદલાવ થઈ રહ્યા છે. ક્યાં શહેરોના નામ બદલાઈ રહ્યા છે, તો ક્યાં સ્ટેશનોના નામ બદલાવીને તેનું ગૌરવ લેવાનું ચલણ ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે ગુરુવારે વિક્રમ વિશ્વવિદ્યાલય ઉજ્જૈનમાં કાર્યપરિષદની બેઠક આયોજીત થઈ હતી. કાર્યપરિષદની બેઠકમાં કુલપતિ અખિલેશ કુમાર પાંડેએ તમામ પ્રોફેસરનો આદેશ આપ્યા કે, તેઓ બાળકોને એવું શિક્ષણ આપવું જાેઈએ, જેનાથી તેમની ગુલામીની માનસિકતાથી આઝાદી મળે. આ યુવાનો માટે પણ પ્રેરણારુપ સાબિત થશે. તેના માટે તેમણે જાે જીતા વહી સિકંદર કહેવતને બદલીને હવે જાે જીતા વહી સમ્રાટ વિક્રમાદિત્ય ભણાવવાની વાત પ્રોફેસર કરી છે. સિકંદર શબ્દ હટાવીને કર્યું વિક્રમાદિત્ય શું માની શકાય ખરા!…. વિક્રમ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. અખિલેશ કુમાર પાંડેએ કહ્યું કે, અમારી પોતાની વિરાસત હંમેશા આપણને ગૌરવાન્વિત કરનારી રહી છે. જેના પર આપણને ગર્વ હોવો જાેઈએ. વિક્રમ વિશ્વવિદ્યાલયે મહાપુરુષોને આદર્શ તરીકે સ્થાપિત કરવાની મહત્વની પહેલ કરી છે. આ જ કારણ છે કે, અમે જાે જીતા વહી સિકંદર કહેવતમાં સિકંદર શબ્દને હટાવીને હવે સમ્રાટ વિક્રમાદિત્ય કરી દીધું છે. વિક્રમાદિત્યનો ઈતિહાસ ખૂબ ભવ્ય અને દિવ્ય છે. કેટલીય એવી કહેવતો છે, જેને બદલવા માટે કહેવાયું છે…. “જાે જીતા વહી સિંકદર”, “મજબૂરીનું નામ મહાત્મા ગાંધી” અને “કહાં રાજા ભોજ કહાં ગંગૂ તેલી”… વિક્રમ વિશ્વવિદ્યાલયના કુલપતિ અખિલેશ કુમાર પાંડેએ મૌખિક રીતે આપ્યા આદેશ…… વિક્રમ વિશ્વવિદ્યાલયના કુલપતિ અખિલેશ કુમાર પાંડેએ આ સમગ્ર મામલાને લઈને લેખિતમાં કોઈ આદેશ જાહેર નથી કર્યા. પણ કાર્યપરિષદની બેઠકમાં આપેલા મૌખિક નિર્દેશ આપ્યા બાદ વિક્રમ વિશ્વવિદ્યાલયમાં આ કહેવતને બદલીને ભણાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ વિક્રમ વિશ્વવિદ્યાલયના કોર્સ કંટેંટ, તમામ ફંક્શન, સોશિયલ મીડિયા પર, કુલપતિ સંમેલન, શિક્ષણવિદોની બેઠક, યુવા પંચાયત વગેરે જગ્યાએ તેને પ્રચારિત કરવામાં આવે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *