Delhi

વિદેશ મંત્રી જયશંકરે ખાલિસ્તાનીઓને કડક શબ્દોમાં કહ્યું, ભારત ક્યારેય પોતાનો ધ્વજ ઝુકવા દેશે નહીં

નવીદિલ્હી
વિદેશ મંત્રી એસ જયશંકરએ ત્રિરંગા સાથે તોડફોડની અનેક ઘટનાઓ બાદ અલગતાવાદી ખાલિસ્તાનીઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ભારત તેના રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવાને લઇ સ્વીકારશે નહીં. જયશંકરે રવિવારે ધારવાડમાં બુદ્ધિજીવીયો સાથેની વાતચીતમાં આ ટિપ્પણી કરી હતી. ભાજપ મહાનગર એકમ દ્વારા ધારવાડમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ જયશંકરે કહ્યું, “તે દિવસો ગયા જ્યારે ભારત તેને હળવાશથી લેતું હતું અને આ ભારત એવું નથી કે જે કોઈને રાષ્ટ્રધ્વજને નીચા પાડવા માટે સ્વીકારે.” વિદેશ મંત્રીએ વાતચીત દરમિયાન કહ્યું, “આ માત્ર તે કહેવાતા ખાલિસ્તાનીઓ માટે જ નહીં પરંતુ બ્રિટિશરો માટે પણ એક સંદેશ છે કે આ અમારો ધ્વજ છે અને જાે કોઈ તેનો અનાદર કરવાનો પ્રયાસ કરશે તો હું તેને વધુ મોટો કરી દઇશ.” વિશ્વના વિભિન્ન ભાગોમાં અલગતાવાદી ખાલિસ્તાની હિલચાલ અને ભારત દ્વારા ઉઠાવવામાં આવનાર પગલા અંગેના એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું, ‘અમે છેલ્લા કેટલાક દિવસોમાં લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સેન ફ્રાન્સિસ્કોમાં આવી કેટલીક ઘટનાઓ જાેઈ છે. મુઠ્ઠીભર લઘુમતીઓ વિવિધ હિતો સાથે કેટલાક પડોશીઓના હિતો, કેટલાક લોકોના હિતો કે જેઓ વિઝા માટે અને વ્યક્તિગત હિત માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું, “તેઓ તેમને પોતાના ફાયદા માટે રજૂ કરવાનો પ્રયાસ કરે છે અને કેટલાક એવા છે જે સ્પષ્ટપણે ભારતનું ભલું નથી ઈચ્છતા.” જયશંકરે એમ પણ કહ્યું, “અહી મુદ્દો એ છે કે જ્યારે અમે વિદેશમાં દૂતાવાસો સ્થાપ્યા. જ્યારે અમારા રાજદ્વારીઓ તેમનું કામ કરી રહ્યા હતા ત્યારે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ કે તે દેશની જવાબદારી છે જ્યાં આ દૂતાવાસો છે, જ્યાં આ રાજદ્વારીઓ છે તેમની સુરક્ષા પુરી પાડવી. છેવટે તે દેશની જવાબદારી છે અમે ઘણા વિદેશી દૂતાવાસોને સુરક્ષા આપીએ છીએ.” તેમણે ખાલિસ્તાનીઓને ચેતવણી આપી હતી કે, “જાે તેઓ સુરક્ષા નહીં આપે, જાે તેઓ તેને ગંભીરતાથી નહીં લે, જાે આવી ઘટનાઓ થશે તો અમે ભારત તરફથી પ્રતિક્રિયા આપીશું.” તમને જણાવી ધઇએ કે, ખાલિસ્તાન સમર્થકોના એક જૂથ દ્વારા યુનાઇટેડ કિંગડમના લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ભારતીય ધ્વજ તોડી પાડવામાં આવ્યો હતો અને દૂતાવાસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ઘટના પછીના પરિણામોનું વર્ણન કરતાં જયશંકરે કહ્યું, “અમારા હાઈ કમિશનરે સૌથી પહેલું કામ કર્યું કે તેઓ તેનાથી પણ એક મોટો ધ્વજ લઈને આવ્યા અને તેમણે તેને ત્યાં જ લગાવી દીધો. કાર્યવાહી બાદ દૂતાવાસની બહાર એક મોટો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. જયશંકરે એમ પણ કહ્યું, “તે અર્થમાં વિચાર કે આજે એક અલગ ભારત છે, એક ભારત જે ખૂબ જ જવાબદાર અને ખૂબ જ નિર્ધારિત છે.”

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *