Delhi

વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપો ઃUGCનો યુનિવર્સિટીઓને આગ્રહ

નવીદિલ્હી
યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશન (ેંય્ઝ્ર) એ દેશની યુનિવર્સિટીઓને આગ્રહ કર્યો છે કે તેઓ વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા આપવાની મંજૂરી આપે. પછી ભલે અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં હોય. કમિશનના અધ્યક્ષ જગદીશકુમારે આ જાણકારી આપી. યુજીસીના અધ્યક્ષ જગદીશકુમારે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર લખીને આ આગ્રહ કર્યો છે. આ સાથે જ સ્નાતક અને પીજી કોર્સિસ માટે પણ એ બાધ્યતા સમાપ્ત થશે જેમને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો દ્વારા અંગ્રેજી માધ્યમોથી જ સંચાલિત કરવામાં આવે છે. આ જાણકારી યુજીસી અધ્યક્ષ એમ જગદીશકુમારે આપી છે. અત્રે જણાવવાનું કે યુજીસીના આ પગલાંથી એવા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને રાહત મળશે જે અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપવાની મજબૂરીના પગલે સારું પ્રદર્શન કરી શકતા નથી. આ સાથે જ યુજીસી ચીફે જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો પાઠ્‌યપુસ્તકો તૈયાર કરવા અને માતૃભાષા/સ્થાનિક ભાષાઓમાં ટીચિંગ-લર્નિંગની પ્રક્રિયાને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કમિશને ભારપૂર્વક કહ્યું કે આ પ્રયાસોને મજબૂત કરવાની જરૂર છે અને માતૃભાષા/સ્થાનિક ભાષાઓમાં પાઠ્‌યપુસ્તકોને લખવાની અને અન્ય ભાષાઓમાંથી માનક પુસ્તકોને અનુવાદ સહિત શિક્ષણમાં તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જેવી પહેલને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *