નવીદિલ્હી
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી દિલ્હી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા સારી સ્થિતિમાં હતી, પરંતુ સતત વિકેટો પડવાથી થોડી મુશ્કેલીમાં દેખાવા લાગી. આવી સ્થિતિમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી. પરંતુ ૪૪ રન બનાવ્યા બાદ જ્યારે તે ખુબ જ સારુ રમી રહ્યો હતો ત્યારે અમ્પાયરના વિવાદાસ્પદ ર્નિણયને કારણે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. કોહલી આઉટ થયા બાદ ખૂબ જ ગુસ્સામાં જાેવા મળ્યો હતો અને ડ્રેસિંગ રૂમમાં જઈને તેણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ભારતીય ટીમ મેચના બીજા દિવસે ભારે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી હતી. ગઈ કાલે ટીમ ઈન્ડિયા પાસે આ મેચ પર કબજાે જમાવવાની સારી તક હતી, પરંતુ વારંવાર પડતી વિકેટો વચ્ચે ટીમ ઈન્ડિયા ભારે મુશ્કેલીમાં જાેવા મળી હતી.રાહુલ અને પુજારાના વહેલા આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા કોહલી પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી તેણે ૪૪ રન બનાવીને સારુ રમી રહ્યો હતો પરંતુ અમ્પાયરના વિવાદાસ્પદ ર્નિણયને કારણે તેને આઉટ કરવામાં આવ્યો. આ પછી કોહલી જ્યારે ડ્રેસિંગ રૂમમાં પાછો ફરતો હતો ત્યારે ખૂબ જ ગુસ્સામાં જાેવા મળ્યો હતો. વાસ્તવમાં ઇનિંગની ૫૦મી ઓવરમાં ડેબ્યૂ મેચ રમી રહેલા મેથ્યુ કુહનેમેનના હાથમાં બોલ હતો. તેણે બોલ કોહલી તરફ ફેંક્યો જે લગભગ એક સાથે કોહલીના બેટ અને પેડ સાથે અથડાતો દેખાયો. આ પછી પણ જ્યારે ડીઆરએસમાં જાેવામાં આવ્યું તો તેના આઉટ થવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નહોતા, પરંતુ તે પછી પણ થર્ડ અમ્પાયરે કોહલીને આઉટ જાહેર કર્યો હતો. આ પછી ડ્રેસિંગ રૂમ તરફ જતા કોહલી નિરાશ જાેવા મળ્યો હતો. ડ્રેસિંગ રૂમમાં ગયા બાદ તેણે રિપ્લે જાેઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.


