Delhi

શું કિરણ પટેલે ક્રાઈમ બ્રાન્ચ સામે રોફ માર્યો હતો? ક્રાઈમ બ્રાન્ચ DCP એ આપ્યો જવાબ

નવીદિલ્હી
કાશ્મીરમાં શાનથી ફરતો અને પોતે ઁસ્ર્ંમાં હોવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરતા કિરણ પટેલને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. કિરણ પટેલ સામે ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર ગુના નોંધાયા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૩૬ કલાકની મુસાફરી કરીને તેને લઈને અમદાવાદ પહોંચી છે. શ્રીનગરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કિરણની કસ્ટડી લઈને ટીમ ગુજરાત આવી પહોંચી છે. આ અગાઉ કિરણ પટેલની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં બંગલો પચાવી પાડવા સહિતના ગુના અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અંગે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, ૨૨ માર્ચ ૨૦૨૩એ ફરિયાદી જગદીશ ચાવડાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કિરણ પટેલ અને તેના પત્ની માલિની પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. રોડ માર્ગે કિરણ પટેલને અમદાવાદ લાવીને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે વધુમાં જણાવ્યું છે કે, કિરણ પટેલ સામે પ્રાથમિક દ્રષ્ટીએ ૫ ગુના નોંધાયેલા છે. બંગલો પચાવી પાડવાના મામલે કિરણ પટેલના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. કિરણ પટેલ સામે બાયડ, નરોડા, જમ્મુ-કાશ્મીર, અમદાવાદ જેવી જગ્યો પર ફરિયાદ નોંધાઈ છે, કિરણ પટેલ સામે ચેક બાઉન્સનો પણ કેસ નોંધાયેલો છે. ક્રાઈમ બ્રાન્ચના ડ્ઢઝ્રઁ માંડલિકે વધુમાં જણાવ્યું કે, પોતે મોટો અધિકારી હોવાનું જણાવીને અને પોતે રાજકીય વગ ધરાવે છે તેવી ખોટી ઓળખાણ આપીને તથા દેખાવો ઉભો કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે. જે પણ ફરિયાદ કિરણ પટેલ સામે નોંધાઈ છે તેની તપાસ કરીને તેના આધારે તેની સામે અલગ-અલગ ગુનાઓના આધારે ફરિયાદ નોંધવામાં આવશે. કિરણ પટેલ સામે ૩૬૦ ડિગ્રી તપાસ ચાલું છે અને તેનું ઈન્ટ્રોગેશન કરવામાં આવશે. જેમાં તેના સોશિયલ મીડિયા અકાઉન્ટથી લઈને તેણે મેળવેલી ડિગ્રી સહિતની તપાસ કરવામાં આવશે. કિરણ પટેલે કઈ રીતે જમ્મુ-કાશ્મીરમાં સિક્યોરિટી મેળવી હતી તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે. કિરણ પોતે કમ્પ્યુટર એન્જિનિયર હોવાનું જણાવે છે, તે પોતે એડ કંપનીમાં કામ કરતો હોવાની વિગતો પણ આપી છે. કિરણ પટેલે પ્રાથમિક તપાસમાં વિદેશમાં નોકરી કરી હોવાનું પણ જણાવ્યું છે. જાેકે, આ અંગે તપાસ કરવામાં આવશે તેમ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું છે. જાે તેની ડિગ્રી ખોટી હશે તો તે બાબતે અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. કિરણ પટેલની સાથે તેની પત્નીની પણ ધરપકડ કરવામાં આવે છે હવે બંગલો પચાવી પાડવા સહિતના મુદ્દે કોનો કેટલો હાથ છે તે અંગે પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે. કિરણની પત્ની માલિનીની પૂછપરછમાં જે સામે આવ્યું છે તેને પણ વેરિફાય કરવામાં આવશે તેમ ક્રાઈમ બ્રાન્ચ જણાવે છે. કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર કેમ ગયો હતો તે સવાલના જવાબમાં માંડલિકે જણાવ્યું કે, એ જમ્મુ-કાશ્મીરમાં જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખોટી ઓળખાણ આપીને તે બિઝનેસ માટે ગયો હતો તેવું ફરિયાદમાં જણાવાયું છે. સીએમઓમાં કિરણ પટેલના શું સંબંધો હતા તે બાબતે પણ રિમાન્ડ મેળવ્યા પછી તપાસ કરાશે તેમ જણાવવામાં આવ્યું છે. કિરણે ક્રાઈમ બ્રાન્ચ સામે રોફ માર્યો હતો કે કેમ તે સવાલના જવાબમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું કે, કિરણ પટેલે અત્યાર સુધી (ક્રાઈમ બ્રાન્ચ સામે રોફ) માર્યો નથી અને મને નથી લાગતું કે કોઈની હિંમત છે કે ક્રાઈમ બ્રાન્ચ આવીને રોફ મારે.. કિરણ પટેલ સામે રાજદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ લાગે તે અંગે તેની તપાસ બાદ માલુમ પડશે તેમ ક્રાઈમ બ્રાન્ચ જણાવી રહ્યું છે. આરોપી કિરણને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડની માગણી કરવામાં આવશે. આરોપી કિરણ કઈ રીતે કૌભાંડો કરતો હતો અને કઈ રીતે અમદાવાદમાં નેતાનો બંગલો પચાવી પાડ્યો તે સહિતના મુદ્દે તેની પૂછપરછ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે તેને સાંજે કોર્ટ સમક્ષ રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવશે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *