નવીદિલ્હી
તિહાર જેલમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જીવને જાેખમ છે તેવો આરોપ લગાવવો આમ આદમી પાર્ટીને ભારે પડ્યો છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ આપના આરોપ પણ સવાલ કરતા કહ્યું કે, શું અરવિંદ કેજરીવાલ પોતાના રજસ્યોનો ખુલાસો રોકવા માટે મનીષ સિસોદિયાને જાનથી મારવાનું કાવતરૂ ઘડી રહ્યા છે. મનોજ તિવારીએ બુધવારે કહ્યું કે, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનીષ સિસોદિયાને ભાજપથી ખતરો છે. હું જેલના અધિકારીઓને મનીષ સિસોદિયા બચાવવા માટે સંભય તેટલી સુરક્ષા આપવા માટે અપીલ કરૂ છું. આ પહેલા આમ આદમી પાર્ટીના પ્રવક્કાએ તિહાર જેલ પ્રબંધક પર આરોપ લગાવ્યો હતો કે, ‘ષડયંત્રના ભાગ રૂપે મનીષ સિસોદિયાને સેલ નંબર ૧માં રાખવામાં આવ્યા છે. જ્યારે ખતરનાખ આરોપીને રાખવામાં આવ્યો છે. જે એક ઇસારે તેમની હત્યા કરી શકે છે. છછઁના આ આરોપો પર સવાલ ઉઠાવતા મનોજ તિવારીએ કહ્યું હતું કે, ‘દિલ્હીની જેલો દિલ્હી સરકાર હેઠળ આવે છે. મતલબ કે, તેનો અરેથ એવો થયો કે, આ બધુ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં થઈ રહ્યું છે. મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલના ઘણા રાજ જાણે છે. તેમના પોતાના સાથીદાર મનીષ સિસોદિયા પર જીવનું જાેખમ કઈ રીતે હોઈ શકે? શું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયાને મારવાનું ષડયંત્ર ઘડી રહ્યા છે. અહીં તિહાર જેલ પ્રશાસને પણ નિવેદન બહાર પાડી છછઁ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. તિહાર પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે મનીષ સિસોદિયાને જેલમાં સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવ્યા છે. આ પહેલા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘મનીષ સિસોદિયાને લઈને અમને જાણવા મળ્યું છે કે તે જેલમાં હિંસક અને ખતરનાક ગુનેગારો કેદ છે. જેમના ગુનાઓ ટીવી અને અખબારોમાં ઘણી વખત સામે આવ્યા છે. તેમાંથી કેટલાક એવા ભયંકર ગુનેગારો છે અને માનસિક રીતે અસ્થિર છે કે તેઓ સહેજ પણ સંકેત પર કોઈને પણ મારી શકે છે. તેની સામે પહેલાથી જ ઘણા કેસ છે, વધુ એક ઉમેરાય તો તેને કોઈ પરવા નથી.