Delhi

શું વાગી રહ્યા છે મહાપ્રલયના ભણકારા?!.. દુનિયાના આ શહેરો હંમેશા માટે પાણીમાં ડૂબી જશે!..

નવીદિલ્હી
જિનેવામાં આવેલ વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન (ઉર્ઙ્મિઙ્ઘ સ્ીંર્ીર્િર્ઙ્મખ્તૈષ્ઠટ્ઠઙ્મ ર્ંખ્તિટ્ઠહૈડટ્ઠંર્ૈહ) દ્વારા મંગળવારે જાહેર કરવામા આવેલા એક નવા રિપોર્ટ અનુસાર, ભારત, ચીન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વૈશ્વિક સ્તર પર સમુદ્રીજળસ્તરમાં વધારાના ઉચ્ચતમ ખતરાનો સામનો કરી રહ્યા છે. ઉસ્ર્ંના રિપોર્ટ ગ્લોબલ સી-લેવલ રાઈઝ એન્ડ ઈંપ્લીકેશન્સમાં કહેવાયું છે કે, વિવિધ મહાદ્વિપોના કેટલાય મોટા શહેર સમુદ્રી જળસ્તરમાં વધારાના કારણે ડૂબવાના ખતરાનો સામનો કરી રહ્યા છે. તેમાં શાંધાઈ, બેન્કોંક, જકાર્તા, મુંબઈ, માપુટો, લાગોસ, કાહિરા, લંડન, કોપેનહેગન, ન્યૂયોર્ક, લોસ એંજિલ્સ, બ્યૂનસ આયર્સ અને સેંન્ટિયાગો સામેલ છે. દ ઈંડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટમાં ઉસ્ર્ંના હવાલેથી કહેવાયું છે કે, આ એક મુખ્ય આર્થિક, સામાજિક અને માનવીય પડકાર છે. સમુદ્રના સ્તરમાં વધારાથી તટિય કૃષિ ભૂમિ અને જળ ભંડાર અને માળખાગત ઢાંચા સાથે સાથે માનવ જીવન અને આજીવિકાને ખતરો છે. સરેરાશ સમુદ્ર સ્તરનો વધારો પ્રભાવોને તોફાનનો વધારો અને જ્વારીય વિવિધતાઓથી પ્રોત્સાહન મળે છે, જેમ કે ન્યૂયોર્કમાં તોફાન સેન્ડી અને મોઝામ્બિકમાં ચક્રવાત ઈડાઈની લેંડફોલ દરમિયાન સ્થિતી બની હતી. જળવાયુ મોડલ અને મહાસાગર વાયુમંડળ ભૌતિકી પર આધારિત ભવિષ્યના અનુમાનો અનુસાર, ઉસ્ર્ંએ જણાવ્યું કે, અંટાર્કટિકામાં સૌથી મોટા ગ્લેશિયરને પિગળવાની ગતિ અનિશ્ચિત છે. ઉસ્ર્ં અનુસાર , જાે વૈશ્વિક સરેરાશ સમુદ્ર સ્તર ૨૦૨૦ના સ્તરના સાપેક્ષ ૦.૧૫ મીટર વધી જાય છે, તો સંભવિત રીતે ૧૦૦ વર્ષના તટીય પુરથી સંપર્કમાં આવનારી વસ્તીમાં લગભગ ૨૦ ટકાનો વધારો હોવાનું અનુમાન છે. સમુદ્રના સરેરાશ સ્તરમાં ૦.૭૫ મીટરનો વધારો હોવા પર ૪૦ ટકા અને ૧.૪ મીટરનો વધારો હોવા પર ૬૦ ટકા વસ્તી તટીય વધારાથી પ્રભાવિત હશે. આ રિપોર્ટ મુજબ ૨૦૨૦ સુધી વૈશ્વિક વસ્તીનો લગબગ ૧૧ ટકા એટલે કે, ૮૯૬ મિલિયન લોકો ઓછી ઉંચાઈવાળા તટીય ક્ષેત્રોમાં રહે છે. સંભવતઃ ૨૦૫૦ સુધી આ વસ્તી ૧ બિલિયનથી વધારે થઈ જશે. આ લોકો સમુદ્રના સ્તરમાં વધારા સહિત જળવાયુ પરિવર્તનના કારણે વધતા જાેખમનો સામનો કરી રહ્યા છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *