Delhi

શ્રીનગરના ઐતિહાસિક લાલચોક પર રાહુલ ગાંધીએ તિરંગો ફરકાવ્યો

નવીદિલ્હી
રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી કોંગ્રેસની ભારત જાેડવા માટેની તપસ્યા, ૩૦ જાન્યુઆરીએ કાશ્મીરમાં સમાપ્ત થઈ રહી છે. તે ૩૯૭૦ કિમી લાંબી પદયાત્રા કરીને કાશ્મીર પહોંચ્યા છે. જ્યાં સમાપન સમારંભ માટે મોટો મંચ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેટલાય વિપક્ષના નેતા ત્યાં પહોંચવાના છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા તેના અંતિમ પડાવમાં છે. તમિલનાડૂના કન્યાકુમારીથી શરુ થયેલી આ યાત્રા ૧૪ રાજ્યોમાંથી પસાર થઈ ૩૯૭૦ કિમીનું અંતર કાપીને જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગર પહોંચી ચુકી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે શ્રીનગર પહોંચીને ઐતિહાસિક લાલ ચોક પર જઈને તિરંગો ફરકાવ્યો હતો. રાહુલ ગાંધીના શ્રીનગર શહેરના ઐતિહાસિક લાલ ચોક પર તિરંગો ફરકાવવાના કાર્યક્રમને લઈને પોલીસ પ્રસાશન પણ એક્શનમાં દેખાયું હતું. સુરક્ષા વ્યવસ્થાને જાેતા લાલ ચોકને સીલ કરી દેવામાં આવ્યો હતો અને સામાન્ય નાગરિકોની અવરજવર પર રોક લગાવી દીધી હતી. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી અને પાર્ટીના કેટલાય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. આ દરમિયાન સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સમાન વિચારધારાવાળા લગભગ ૧૨ વિપક્ષી દળ સમાપન સમારંભમાં હાજર રહેશે. સૂત્રોએ જણાવ્યું છે કે, ૨૧ પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ અમુકે સુરક્ષાના કારણે સમાપન સમારંભમાં હાજર રહેવાની ના પાડી દીધી છે. ટીએમસી, સમાજવાદી પાર્ટી અને ટીડીપી એ પાર્ટીઓમાં સામેલ છે, જે આ સમારંભમાં હાજર રહેશે નહીં. મીડિયા રિપોર્ટ્‌સમાં જણાવ્યા અનુસાર, સૂત્રોએ કહ્યું છે કે, એમકે સ્ટાલિનના નેતૃત્વવાળી દ્રવિડ મુનેત્ર કડગમ, શરદ પવારની એનસીપી, તેજસ્વી યાદવની આરજેડી, નીતિશ કુમારની જનતા દળ યૂનાઈટેડ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ(એમ), સીપીઆઈ વિદુથલાઈ ચિરુથિગલ કાચી, કેરલ કોંગ્રેસ, ફારુક અબ્દુલાના નેતૃત્વવાળી જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફ્રેન્સ, મહેબૂબા મુફ્તીની જમ્મુ કાશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને શિબૂ સોરેનની ઝારખંડ મુક્તિ મોર્ચા શ્રીનગરમાં સમારંભમાં ભાગ લેશે.

Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *