Delhi

સચિન તેંદુલકરની લાડલી સારાએ લગ્ન કરી લીધા?!.. તસ્વીરો થઈ વાયુવેગે વાયરલ

નવીદિલ્હી
ભારતમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરનું નામ હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા સચિન જેટલી વાહવાહી લૂંટે છે, એટલી જ તેની દીકરી સારા તેંદુલકર પર લૂટી રહી છે. સોશિયલ મીડિયા પર હંમેશા સારા છવાયેલી રહે છે. સારા પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર હંમેશા જાેડાયેલી રહે છે. હાલમાં જ શુભમન ગિલ સાથે સારા તેંદુલકરનું નામ જાેડવામાં આવ્યું હતું. બંને વચ્ચે સંબંધ હોવાની ચર્ચાઓ સમગ્ર દેશમાં થવા લાગી હતી. ત્યારે આજે સોશિયલ મીડિયા પર સારાના લગ્ન અને મહેંદીની તસ્વીરો વાયરલ થયા બાદ ફેન્સમાં ઉત્સાહ છે, કે શું હકીકતમાં તેના લગ્ન થઈ ગયા છે કે નહીં. મહાન ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરના સોશિયલ મીડિયા પર લગ્ન અને મહેંદીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. ઈંસ્ટાગ્રામ પર આ ફોટો જાેઈ શકાય છે. ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે, સારાએ કોની સાથે લગ્ન કર્યા. આ ફોટોમાં સચિન અને તેમનો આખો પરિવાર સજી ધજીને તૈયાર થયેલો દેખાય છે. લગ્નના આયોજનમાં સચિન તેંદુલકર લગ્નની તૈયારીઓ કરતા દેખાય છે. પણ આપને જણાવી દઈએ કે, આ લગ્ન સારા નહીં પણ નજીકના સંબંધીની દીકરીના લગ્નમાં સચિનનો આખો પરિવાર હાજર રહ્યો હતો, આ ફોટો તે પ્રસંગના છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *