નવીદિલ્હી
સીબીઆઈએ કથિત વીમા કૌભાંડમાં પૂછપરછ માટે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને નોટિસ મોકલી છે. ઝ્રમ્ૈં અધિકારીઓએ આ અંગે જાણકારી આપી. મલિકે દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરના ગવર્નર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમને બે ફાઈલો ક્લિયર કરવા માટે ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. સીબીઆઈએ તેમને આ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. મલિકે કહ્યું કે સીબીઆઈ રિલાયન્સ ઈન્સ્યોરન્સ કેસમાં તેમની પૂછપરછ કરવા માગે છે. તેમને અકબર રોડ ગેસ્ટ હાઉસમાં બોલાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હું રાજસ્થાન જઈ રહ્યો છું, તેથી મેં સીબીઆઈને ૨૭ થી ૨૯ એપ્રિલની તારીખ આપી છે. ઑક્ટોબર ૨૦૨૧માં, મલિકે પહેલીવાર એવો દાવો કર્યો હતો કે જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને ૨૩ ઑગસ્ટ, ૨૦૧૮ અને ઑક્ટોબર ૩૦, ૨૦૧૯ વચ્ચે બે ફાઇલોની મંજૂરી માટે ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઑફર કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાંથી એક ફાઇલ રાષ્ટ્રીય સ્વયં સેવકના નેતા સાથે સંબંધિત હતી. તો બીજી અંબાણી સાથે સંબંધિત હતી. રાજસ્થાનના ઝુંઝુનુમાં તેણે કહ્યું હતું કે એક સેક્રેટરીએ તેને કહ્યું હતું કે આ શંકાસ્પદ સોદા છે, પરંતુ એકને ક્લિયર કરવા માટે ૧૫૦ કરોડ રૂપિયા મળી શકે છે. મલિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફાઇલો ક્લિયર કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. સીબીઆઈએ એપ્રિલ ૨૦૨૨માં અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની અને ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના અધિકારીઓ સામે પણ કેસ નોંધ્યો હતો. આ સાથે ૧૪ સ્થળોએ સર્ચ પણ કરવામાં આવ્યું હતું.


