Delhi

સલમાને સો.મીડીયા પોસ્ટમાં પોતાની ‘ખરાબ હાલત’ દર્શાવી, લોકોએ કોમેન્ટ કરીને અપડેટ વિશે પણ પુછ્યુ

નવીદિલ્હી
બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલ પોતાની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને લઈને વ્યસ્ત છે. ફિલ્મ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે. સલમાન ફિલ્મના પ્રમોશનમાં જાેડાયેલો છે. વળી, આ દરમિયાન એક્ટર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ તેણે પોતાની અમુક એવી તસવીરો સેર કરી છે, જે ઈન્ટરનેટ પર ચર્ચામાં આવી ગઈ છે. આ ફોટોમાં સલમાને પોતાની ‘ખરાબ હાલત’ દર્શાવી છે. વળી, ફેન્સ તેની આ હાલત જાેઈને ચિંતામાં આવી ગયા છે. ઘણાએ કોમેન્ટ કરીને અપડેટ વિશે પણ પુછ્યુ છે. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તે જિમમાં જાેવા મળે છે. તસવીરોમાં સલમાન વર્કઆઉટ કરતો નથી દેખાતો. પરંતુ, થાકીને બેઠેલો જાેવા મળે છે. આ ફોટોમાં તેનો ચહેરો સંપૂર્ણ રીતે લાલચોળ થઈ ગયો છે. તે દીવાલના ટેકે બેઠો છે. તસવીરોમાં ભલે સલમાન થાકેલો છે. પરંતુ, તેની ફિટનેસ ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે. તે પોતાની ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતો જાેવા મળી રહ્યો છે. સલમાને ફોટો શેર કરતાં કેપ્શનમાં પોતાનો હાલ જણાવ્યો છે. તેણે લખ્યુ, ‘મને લેગ ડેથી નફરત કરવું પસંદ છે. હાલત ખરાબ’. સલમાનની હાલત જાેઈને ઘણાં ફેન્સને ચિંતા થઈ રહી છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ હવે તમે ઠીક છો?’ જાેકે, ઘણાં લોકોએ તેની ફિટનેસના વખાણ પણ કર્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસીકી જાન’ ૨૭ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પૂજા હેગડે, રામ ચરણ, જસ્સી ગિલ, શહેનાઝ ગિલ અને પલક તિવારી મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.

Page-13-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *