નવીદિલ્હી
સિક્કિમના પ્રખ્યાત પર્યટન સ્થળ ગંગટોકમાં મંગળવારે હિમસ્ખલન (એવલોન્ચ) થયું હતું. જેમાં ૬ લોકોનાં મોત થયાં છે અને ૧૫૦ લોકો બરફમાં ફસાયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. સુત્રોએ જણાવ્યું હતું કે મૃતકોનો આંકડો વધે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જાેડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર બપોરે લગભગ ૧૨ઃ૨૦ વાગ્યે બની હતી. સંભાવના એવી પણ છે કે આમાં કેટલાક ગુજરાતીઓ પણ હોઈ શકે છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં અકસ્માત થયો છે ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ ૧૩મા માઈલ માટે જારી કરવામાં આવે છે, પરંતુ પ્રવાસીઓ પરવાનગી વગર ૧૫મા માઈલ તરફ ગયા હતા. આ ઘટના ૧૫મા માઈલમાં જ બની હતી. એ યાદ રહે કે જાન્યુઆરી ૨૦૨૨ઃ તિબેટમાં હિમપ્રપાતને કારણે ૮ લોકોના મોત થયા. સરકારી મીડિયા અનુસાર, આ દુર્ઘટના તિબેટના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં નિંગચી શહેરમાં ડોક્સોંગ લા ટનલ પાસે બની હતી. નવેમ્બર ૨૦૨૨ઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડા માછિલ વિસ્તારમાં હિમસ્ખલનથી ૩ સૈનિકો શહીદ થયા. જ્યારે આ ઘટના બની ત્યારે ૫૬ રાષ્ટ્રીય રાઈફલ્સના આ પાંચ જવાન નિયમિત પેટ્રોલિંગ પર હતા. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં ૩ના મોત થઈ ચૂક્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૨ઃ અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલન બાદ ગુમ થયેલા ૭ સૈન્ય કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા. સેનાના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા બે દિવસથી બરફમાં ફસાયેલા હતા. ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કામેંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ફસાયેલા સેનાના તમામ સાત જવાનોના મોત થયા છે. હિમસ્ખલન સ્થળ પરથી તમામ જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. એ યાદ રહે કે હિમાચલ પ્રદેશના મનાલી શહેરમાંથી હિમવર્ષાની સુંદર તસવીરો સામે આવી છે. બરફથી ઢંકાયેલા પહાડો, રસ્તાઓ પર લપસી રહેલા વાહનો અને એપ્રિલમાં ડિસેમ્બર-જાન્યુઆરી જેવી પડી રહેલી ઠંડીથી પહાડી વિસ્તારોમાં રમણીય વાતાવરણ છવાઈ ગયું છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં જે દ્રશ્યો જાેવા મળતા હતા તે એપ્રિલ મહિનામાં જાેવા મળી રહ્યા છે. પ્રવાસીઓ અટલ ટનલ રોહતાંગ ફરવા માટે ગયા હતા, પરંતુ તેઓ ટનલ સુધી પહોંચી શક્યા નહીં. હાલમાં હિમવર્ષાને કારણે રસ્તા પર બરફના થર જામી ગયા હોવાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેથી પ્રવાસીઓએ મનાલીમાં જ મજા માણી આનંદ માણ્યો હતો. હવામાનમાં અચાનક આવેલા બદલાવને કારણે વહીવટીતંત્રએ ટનલ સહિત રોહતાંગ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. મનાલી અને લાહૌલ સ્પીતિની પર્યટન સીઝન મે-જૂનમાં રહે છે, પરંતુ આ વખતે એપ્રિલમાં હિમવર્ષાના કારણે પ્રવાસીઓ પર્વતો પર જઈ શકે છે. જાે અન્ય રાજ્યોમાં પણ હવામાન ઠંડુ રહેશે તો પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે. મે-જૂનમાં દેશના ઘણા ભાગોમાં ગરમીના કારણે પ્રવાસીઓ પહાડી વિસ્તારોમાં મજા માણવા માટે આવે છે. પર્વતોમાં શિયાળાની મોસમ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે. લોકોએ ૪ મહિનાથી ઠંડીથી બચવા માટેની વ્યવસ્થા કરી હોય છે, પરંતુ આ વર્ષે ઠંડીનો પ્રકોપ ૭ મહિનાથી ઉપર રહ્યો છે. લોકો દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ પણ ઓછી પડી રહી છે. તેથી લોકોએ વ્યવસ્થાઓ કરવામાં વ્યસ્ત બન્યા છે, કારણ કે મે-જૂન પછી જુલાઈમાં વરસાદની મોસમ શરૂ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી હવામાન બદલાયું છે છેલ્લા ૨ વર્ષથી હવામાનમાં ઘણો બદલાવ આવ્યો છે. ગયા વર્ષે પણ એપ્રિલ મહિનામાં લાહૌલ સ્પીતિ સહિતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી, પરંતુ શીત લહેર એટલી વધુ નહોતી.