Delhi

સિદ્ધારમૈયાના ગૌહત્યા પરના નિવેદન બાદ ભાજપના કાર્યકરો ગાય સાથે રસ્તા પર ઉતર્યા

નવીદિલ્હી
કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારના મંત્રી વેંકટેશ દ્વારા ગૌહત્યાને લઈને આપેલા નિવેદનને કારણે રાજકીય પારો ઊંચકાયો છે. ભાજપના કાર્યકરોએ મંગળવારે મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકરો ગાયો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. વેંકટેશે તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ‘જાે ભેંસોને મારી શકાય છે તો ગાયોને મારવામાં શું વાંધો છે?’ કે વેંકટેશના આ નિવેદનના વિરોધમાં બેંગલુરુમાં ભાજપના કાર્યકરો ગાયો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ કે વેંકટેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપે કર્ણાટક સરકાર પર તેની પાંચ ગેરંટી યોજનાઓનો અત્યાર સુધી અમલ ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ અંગે ભાજપે બેંગલુરુમાં ધરણા પણ કર્યા હતા. જણાવી દઈએ કે કર્ણાટકની ભાજપ સરકારે વર્ષ ૨૦૨૧માં ગૌહત્યા વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો. હવે કર્ણાટક સરકાર આ કાયદામાં સુધારો કરવા વિચારી રહી છે. રાજ્યના પશુપાલન મંત્રી કે. વેંકટેશના નિવેદનથી પણ આ વાતનો સંકેત મળે છે. કે વેંકટેશે કહ્યું કે ખેડૂતો વૃદ્ધ પશુઓને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *