Delhi

સિદ્ધાર્થ – કિયારાની વેડિંગ રિંગ વાઈરલ, કપલે તસવીરોમાં કરી ફ્લોન્ટ, એકદમ ખાસ છે તસ્વીર

નવીદિલ્હી
બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મંગળવારે લગ્ન ના બંધનમાં બંધાયા હતા. બંનેએ પોત-પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની તસવીરો પણ શેર કરી હતી, જેને લોકોના ઉત્સાહને વધારી દીધો હતો. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તસવીરો સામે આવતા જ ફેન્સ તેમના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે, સાથે જ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે રાતથી જ સિદ્ધાર્થ કિયારાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ તસવીરો દ્વારા કપલે પોતાના લગ્નની વીંટીઓ પણ ફ્લોન્ટ કરી હતી. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના એક ફોટામાં એકબીજાની સામે હાથ જાેડીને બેસેલા જાેવા મળ્યા હતા. ફોટોમાં બંને એકબીજાની આંખોમાં જાેઈ રહ્યા હતા અને તેમની આ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી હતી. આ તસવીરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની વીંટીઓ પણ જાેવા મળી હતી. એક તરફ અભિનેત્રી ડાબા હાથમાં હીરાની મોટી વીંટી પહેરેલી જાેવા મળી હતી. આ સાથે જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના જમણા હાથમાં સિમ્પલ ગોલ્ડ બેન્ડ પહેરેલો જાેવા મળ્યો હતો. અભિનેતાની આ સરળ અને એલિગન્ટ વીંટી પણ તેની સ્ટાઇલ સાથે મેચ થતી હતી. કિયારા અડવાણી તેની એક તસવીરમાં સિંદૂર અને મંગળસૂત્ર ફ્લોન્ટ કરતી પણ જાેવા મળી હતી. જે ફોટોમાં સિદ્ધાર્થ કિયારાને કિસ કરતો જાેવા મળ્યો હતો એ ફોટામાં અભિનેત્રીનું મંગળસૂત્ર અને સિંદૂર પણ દેખાતું હતું. અભિનેત્રીએ મંગલસૂત્ર તરીકે એક સિમ્પલ અને સુંદર સોનાની ચેન પહેરી હતી. સાથે જ માંગટીકાની નીચે તેનું સિંદૂર પણ જાેવા મળ્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી વિશે એવા અહેવાલો છે કે આ દંપતી જેસલમેરથી સીધા જ દિલ્હી ખાતે અભિનેતાના ઘરે જશે. આ પછી ૯ ફેબ્રુઆરીએ દિલ્હીમાં રિસેપ્શન યોજાશે, જેમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રો હાજર રહેશે. સાથે જ આ કપલ મુંબઈમાં બીજું રિસેપ્શન હોસ્ટ કરશે, જેમાં ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ હાજરી આપશે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *