નવીદિલ્હી
દિવંગત પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાના માતા-પિતાને એક ઇમેલના માધ્યમથી ધમકી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વારંવાર લોરેન્સ બિશ્નોઈનું નામ લેવાનું છોડી દો નહીંતર બહુ ખરાબ પરિણામ આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ ઇમેલમાં ૨૫ એપ્રિલ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. ઇમેલમાં કહેવામાં આવ્યું છે કે, ૨૫ એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ પરિણામ બહુ ખરાબ આવશે. ધમકીભર્યા ઇમેલમાં સલમાન ખાનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમાં કહેવાયું છે કે, અમે સલમાન ખાન સુધીનાને નથી છોડ્યાં, તેની પણ રેકી કરવામાં આવી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો, આ મેઇલ રાજસ્થાની આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. શુભદીપસિંહ સિદ્ધૂ કે જેને સિદ્ધૂ મૂસેવાલના નામથી ઓળખવામાં આવે છે. પંજાબના માનસા જિલ્લામાં ૨૯મી મેએ ગોળી મારીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. ત્યારે એક દિવસ પહેલાં પંજાબ સરકારે ગાયક અને ૪૨૩ લોકોની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સ્વીકાર્યુ છે કે, તે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ હતો અને ઓગ્સ્ટ ૨૦૨૧થી તેનું કાવતરું ઘડવાની શરૂઆત કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈને પોલીસ અધિકારીઓ જણાવ્યુ હતુ કે, હત્યા કરવા માટેનું કાવતરું ૨૦૨૧ના ઓગસ્ટ મહિનાથી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. તેની ત્રણવાર રેકી કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં શૂટર મારવા ગયો હતો, પરંતુ તેને સફળતા મળી નહોતી. મૂસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલા વાહનની રસીદ ફતેહાબાદ સ્થિત એક પેટ્રોલ પંપ પર ૨૫મી મેએ મળી હતી. ત્યારબાદ પંજાબ પોલીસે કડીઓ જાેડીને હત્યાનો કેસ ઉકેલ્યો હતો. ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા મામલે બઠિંડા જેલમાં બંધ બિશ્નોઈને એનઆઈએ દેશના અલગ અલગ વિસ્તારોમાં હિંસક કૃત્યો અને સનસનીખેજ ગુનાઓ કરવા માટે આતંકવાદી જૂથ અને ગુનાહિત કાવતરા ઘડવા સંબંધે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલાં કાળા હરણના શિકાર મામલે અભિનેતા સલમાન ખાનનું પ્રતિનિધિત્વ કરનારા વકીલે દાવો કર્યો હતો કે, તેને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે મારી નાંખવાની ધમકી આપી હતી.